નવ વર્ષથી પરંપરાગત યોજાતા જસરા ગામમાં આજથી મહાશિવરાત્રીનો મેગા અશ્વ અને આનંદમેળો શરૂ.

0
130
લાખણી : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ જસરા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી બુઢેશ્વર મહાદેવની કૃપાથી મહાશિવરાત્રીનો અશ્વ મેળો અને આનંદ મેળો ભરાય છે તે પરંપરા પ્રમાણે આ વખતે પણ આ મેળાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે આજથી શરૂ થઈ રહેલ મેળો મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે આમ આ ૪ દિવસના મેળામાં ગુજરાત-રાજસ્થાન સહિત દૂર દૂર થી અશ્વપ્રેમીઓ આ મેળામાં ભાગ લેવા આવશે.

૪ દિવસના મેળામાં રોજે રોજ અલગ અલગ અશ્વ હરીફાઈઓ અને પ્રદર્શનો યોજાશે.

અશ્વ અને આનંદ મેળામાં જાતવાન અશ્વોની હણહણાટી ગુંજી ઉઠશે.

આ મેળામાં રોજે રોજ અલગ અલગ અશ્વ હરીફાઈઓ યોજાશે જેમાં હરીફાઈઓ નું મૂલ્યાંકન કરવા માટે જજ કમિટી પણ હશે પ્રથમ દિવસે અશ્વ રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને જેનું રજિસ્ટ્રેશન થયેલ હશે એજ અશ્વ હરીફાઈમાં ભાગ લઇ શકશે આ મેળાને લઈને નાનકડા જસરા ગામમાં વિવિધ પ્રકારના સ્ટોલ લાગતા મીની શહેર ઉભું થયું છે વળી રોશનીથી શણગારમાં આવેલ હોવાથી ગામ સુંદર લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી મેળા કમિટી દ્વારા તૈયારીઓ શરૂ કરેલ હતી  અને જેનો આખરી ઓપ આપી દેવાયો છે. મોટેશ્વર મહાદેવની કૃપાથી અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ દવે અને સમસ્ત જસરા ગામ દ્વારા સતત નવમાં અશ્વ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે નવમાં અશ્વ અને આનંદ મેળો અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત સાથ અને સહકારથી તા. ૧૮-૨-૨૦૨૦ થી ૨૧-૨-૨૦૨૦ સુધી એમ ચાર દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા તમામ જાહેર જનતાને મેળાને માણવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવેલ છે.

અશ્વ મેળાના આકર્ષણો

મેળામાં વિવિધ વિસ્તારના જાતવાન અશ્વો ભાગ લેશે

અશ્વો વચ્ચે અલગ અલગ હરીફાઈઓ જેવી કે પાટીદોડ, રેવાલદોડ, નાચ, રૂપ, રંગ વગેરે યોજાશે.

ભારત દેશનો પ્રથમ નંબરનો વિશ્વ વિજેતા મુરા ઓલાદ બફેલો બુલ (પાડો) આકર્ષણ જમાવશે.

લોકો આનંદ મેળામાં મોતના કુવા સહિત અનેક રાઇડ્સ જોવા મળશે.

મેળામાં કોઇ અનિચ્છા બનાવ ન બને તેના માટે સી.સી.ટી.વી કેમેરા લગાવાયા.

મેળાની સુરક્ષાને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મેળામાં ખાવા પીવા સહિત ખરીદી કરવા માટે વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લાગ્યા.

મેળાના વિસ્તારને રંગબેરંગી રોશનીથી શણગારાયો છે.

છેલ્લા દિવસે મહાઆરતી કરવામાં આવશે.

અહેવાલ :મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here