5 દિવસ પછી ખેડૂતો સાથે વાતચીત : સરકાર સાથેની કિસાન સંગઠનોની બેઠક શરૂ, નરેન્દ્ર સિંહ તોમર સહિત કેન્દ્રના ત્રણ મંત્રીઓ હાજર

0
12

કૃષિ બિલોના વિરોધમાં આંદોલન કરી રહેલા કિસાન નેતાઓ 5 દિવસ પછી સરકાર સાથે ચર્ચા કરવા પહોંચ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂતોની સરકાર સાથે બેઠક ચાલી રહી છે. બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- અમે તેમના મુદ્દાનું સામાધાન કાઢવા અંગે ચર્ચા કરીશું. તેમની વાત સાંભળ્યા પછી સરકાર તેનો હલ કાઢશે. બેઠકમાં તોમરની સાથે વાણિજ્ય મંત્રી સોમ પ્રકાશ અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ હાજર છે.

બીજી તરફ ગાજીપુર-ગાજિયાબાદ બોર્ડર પર ઉપસ્થિત ભારતીય કિસાન યૂનિયનના નેતા નરેશ ટિકેતે કહ્યું કે સરકારે પંજાબના ડેલીગેશનને બપોરે 3 વાગ્યે ચર્ચા માટે બોલાવ્યું હતું. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીના ડેલિગેશન સાથે સાંજે 7 વાગ્યે ચર્ચા કરવામાં આવશે. અમે બધા જ આ મામલામાં સંપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ.

કેન્દ્રનાં ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ પંજાબમાં તો દેખાવો પહેલેથી ચાલી રહ્યાં હતાં, જોકે 6 દિવસ પહેલાં જ પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. પોલીસે તેમને બોર્ડર પર જ રોકી દીધા. સરકારે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ દેખાવો બંધ કરીને બુરાડી આવી જાત તો વાતચીત પહેલાં જ થઈ ગઈ હોત.

ગૃહમંત્રી-કૃષિમંત્રીએ 24 કલાકમાં 2 વખત બેઠક કરી

કિસાનોએ સરકારની શરત ન માની, પરંતુ રવિવારે કહ્યું કે હવે દિલ્હીના 5 એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરાશે. કિસાનોએ કહ્યું હતું કે તેઓ 4 મહિના સુધી ચાલે તેટલાં રાશન-પાણી સાથે લઈને આવ્યાં છે. એ પછી સરકારમાં બેઠકો શરૂ થઈ. રવિવારે રાતે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી. સોમવારે ફરી બેઠક થઈ. ગૃહમંત્રીના ઘરે થયેલી બેઠકમાં કૃષિમંત્રી અને ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

સરકારે 32 કિસાન સંગઠનોના નેતાઓને બોલાવ્યા

કિસાનો સાથે 3 ડિસેમ્બરે વાતચીત કરવા ઝીદ્દે ચડેલી સરકારે સોમવારે ઝીદ છોડી દીધી અને 1 ડિસેમ્બર એટલે કે આજે બપોરે 3 વાગ્યે 32 કિસાન સંગઠનોના નેતાઓને વાતચીત કરવા માટે વિજ્ઞાન ભવન બોલાવ્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું જે ખેડૂત નેતાઓ 13 નવેમ્બરની મીટિંગમાં સામેલ હતા, તેમને ચર્ચામાં સામેલ થવા માટેની જાણ કરવામાં આવી છે.

સરકારે કહ્યું- કોરોના, ઠંડીના કારણે ઝડપથી વાતચીત થશે

સોમવારની બેઠક દરમિયાન એવા સંકેત મળી રહ્યા હતા કે સરકાર કિસાનોને કોઈપણ પ્રકારની શરત વગર વાતચીત માટેનું આમંત્રણ મોકલશે. એવું જ બન્યું, મોડી રાતે સરકારે પ્રસ્તાવ મોકલી દીધો. જોકે કૃષિમંત્રીએ વધી રહેલું કોરોના સંક્રમણ અને વધુ ઠંડી વધવાનું કારણ જણાવી ઝડપી ચર્ચા કરવા માટે તૈયાર થવા જણાવ્યું હતું.

અપડેટ્સ

  • પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદરે કહ્યું હતું કે દેશમાં ખેડૂતોનાં 500થી વધુ સંગઠનો છે. સરકારે માત્ર 32 સમૂહને બોલાવ્યા છે. જ્યાં સુધી તમામ સંગઠનોને બોલાવવામાં આવશે નહિ ત્યાં સુધી અમે વાતચીતમાં સામેલ થઈશું નહિ.
  • હરિયાણાની 130 ખાપ પંચાયતો આજે કિસાન આંદોલનમાં સામેલ થશે. બીજી તરફ, પંજાબમાં પણ પંચાયતોએ દરેક ઘરમાંથી એક સભ્યને ધરણાંમાં સામેલ થવા માટે કહ્યું છે.
  • દિલ્હીનું ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયન પણ સોમવારે કિસાનોના સમર્થનમાં આવી ગયું. તેમણે કહ્યું હતું કે જો 2 દિવસમાં કોઈ નિરાકરણ ન નીકળ્યું તો હડતાળ કરીશું.
  • 27 નવેમ્બરે સિંધુ બોર્ડર પર થયેલી બબાલને લઈને અલીપુર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકોની વિરુદ્ધ FIR નોંધાઈ છે.

32 વર્ષ પછી દિલ્હીમાં આવો સંઘર્ષ

સિંધુ બોર્ડર 32 વર્ષ પછી સૌથી મોટા કિસાન આંદોલનની સાક્ષી બની છે. 1988માં મહેન્દ્ર સિંહ ટિકેતના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના 5 લાખ ખેડૂતો અહીં ભેગા થયા હતા.

સોમવારનો ફોટો સિંધુ બોર્ડર પર જમા થયેલા ખેડૂતોનો છે.
સોમવારનો ફોટો સિંધુ બોર્ડર પર જમા થયેલા ખેડૂતોનો છે.

 

ટ્રેક્ટર ફરી એક્શનમાં

સરકાર સાથેની વાતચીત પહેલા દિલ્હી-UP બોર્ડર પર ખેડૂતોનો ગુસ્સો જોવા મળ્યો. ગાજીપુર-ગાજિયાબાદ બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડ હટાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો.

કેનેડાના PMએ આંદોલનનું સમર્થન કર્યું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્ૂડો કિસાન આંદોલનનું સમર્થન કરનારા પ્રથમ વિદેશી નેતા અને વડાપ્રધાન બની ગયા છે. તેમણે સ્થિતિને ચિંતાજનક ગણાવી. ગુરુનાનક દેવની 551માં પ્રકાશ પર્વ પર એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન ટ્રૂૂડોએ કહ્યું કે તેઓ પહેલેથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના પક્ષમાં રહ્યાં છે. અમે આ અંગે ભારત સરકારને પોતાની ચિંતાઓ વિશે જણાવ્યું છે.

સરકારે કેનેડાના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે કેનેડાના નેતાઓના નિવેદન બિનજરૂરી છે. તેમાં જાણકારીનો અભાવ હોય તેવું લાગી કહ્યું છે. આ સિવાય સરકારે કહ્યું કે ડિપ્લોમેટિક ચર્ચાઓનો ઉપયોગ રાજકીય હેતુ માટે ન થવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here