મરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તનનું એક પેમ્ફલેટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, RSSના નામનું એક પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જોકે RSSએ આવા કોઈપણ પેમ્ફલેટને નકલી ગણાવ્યા છે. આ તરફ હવે સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના નેતા અબુ આઝમીએ આ પેમ્ફલેટ્સને લઈને મોરચો ખોલ્યો છે. તેમણે અમરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તન કેસની તપાસની પણ માંગ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, આ અરાજકતાવાદી તત્વનો હાથ પણ હોઈ શકે છે જે RSS અથવા અન્ય હિન્દુ સંગઠનોને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે.
સપા નેતા અબુ આઝમીએ જણાવ્યું કે, તેઓ આ પેમ્ફલેટને લઈને ગૃહમંત્રીને મળવા ગયા હતા, પરંતુ બેઠક થઈ શકી ન હતી. પરંતુ મામલો ગંભીર હોવાથી તેઓ ફરીથી ગૃહમંત્રી પાસે જશે. બીજી તરફ RSSના પ્રવક્તા સુનીલ આંબેકરે ટ્વિટર પર વાયરલ થયેલા પેમ્ફલેટને નકલી ગણાવ્યું છે. તેણે આ અંગે ટ્વિટ પણ કર્યું છે. સપા નેતા અબુ આઝમીએ કહ્યું કે, માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનું પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.