દહેગામ : દેના ગ્રામીણ બેંકનુ બરોડા ગ્રામીણ બેંકની કોમ્પ્યુટર સીસ્ટમમા રૂપાંતર, પાંચ દીવસથી ગ્રાહકોને નાણા ન મળતા ગ્રાહકો પરેશાન

0
175

દહેગામ તાલુકાના ગ્રાહકોને દેના ગુજરાતમાંથી બરોડા ગ્રામીણ બેંકમા બેંકની કોમ્પ્યુટર સીસ્ટમનુ એકીકરણ શરૂ થતા છેલ્લા સાત દીવસથી ગ્રાહકોને બેંકમા ભારે ભીડ હોવા છતા નાણા મળતા નથી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ દેના ગ્રામીણ બેંકનુ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમા બેંકની કોમ્પ્યુટર સીસ્ટમનુ એકીકરણ ચાલુ થતા છેલ્લા પાંચ દીવસથી તાલુકા અને શહેરના ગ્રાહકોને નાણા ઉપાડવા માટે લાંબી કતારો લાગી જવા પામી છે. તેમ છતા આટલા બધા દીવસો થયા હોવા છતા હજુ આ સીસ્ટમ ચાલુ નહી થતા ગ્રાહકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉતરાયણનો તહેવાર પણ આ બેંકના અધિકારીઓની બેદરકારીથી ગ્રાહકોને એનકેન ઉછીના પાછીના રૂપીયા લાવીને ઉતરાયણ કરી પરંતુ આજે ૧૮ તારીખ થવા છતા આ સીસ્ટમ ચાલુ નહી થતા ગ્રાહકોને નાણા ઉપાડવા માટે ભારે તકલીફ પડી રહી છે. તેથી આ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે જીભાજોડીનુ પ્રમાણ વધી જવા પામ્યુ છે.

ગ્રાહકો આ બેંક મેનેજરની વહીવટી બેદરકારીથી તાલુકાના ગ્રાહકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અને સવારથી જ ગ્રાહકોની આ બેંકમા લાંબી કતારો લાગી જાય છે. ગ્રાહકો રૂપીયા મુકવા આવે તો તેનો સ્વીકાર કરવામા આવે છે પરંતુ ગ્રાહકોને રૂપીયા લેવાના થાય ત્યારે સીસ્ટમ બંધ છે તેવુ કહેવામા આવી રહ્યુ છે. આમ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમા ગ્રાહકો   ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

  • દહેગામ તાલુકાના ગ્રાહકોને દેના ગુજરાતમાંથી બરોડા ગ્રામીણ બેંકમા બેંકની કોમ્પ્યુટર સીસ્ટમનુ એકીકરણ શરૂ થતા છેલ્લા પાંચ દીવસથી ગ્રાહકોને બેંકમા ભારે ભીડ હોવા છતા નાણા મળતા નથી
  • આ બેંકના મેનેજરની વહીવટી કામગીરી સામે તાલુકાના ગ્રાહકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here