અમદાવાદ : સિવિલ અને SVP હાઉસફૂલ થવા પર નવી યુએન મહેતા કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ, નીતિન પટેલે મુલાકાત લીધી

0
6

અમદાવાદ. ગુજરાતના કોરાના હોટસ્પોટ અમદાવાદમાં આજે શહેરના 11 કન્ટેઈનમેન્ટ ઝોનને છોડીને ઢીલ આપવામાં આવી છે. શહેરમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ નવી યુએન મહેતા હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ 19 હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલના બેડ ફૂલ થઈ ગયા છે. શહેરમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સરકારી હોસ્પિટલના બેડ ખૂટી પડ્યા છે અને ખાનગી હોસ્પિટલને કોવિડ-ડેઝિગ્નેટેડ બનાવી દેવાઈ છે. ત્યારે સરકારી યુએન મહેતા હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરી દેવાઈ છે.

અમદાવાદ શહેરમાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ 19 હોસ્પિટલમાં કન્વર્ટ કરાઈ દેવાઈ હતી. જો કે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી નવી યુએન મહેતા હોસ્પિટલમાં 850 જેટલા બેડ હોવા છતાં અને તેમાં સંપૂર્ણપણે સુવિધાથી સજ્જ હતી છતાં તેને સરકારે તેને કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ ન કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.  જો કે આજે નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ તાબડતોડ નવી યુએન મહેતા હોસ્પિટલની મુલાકાતે દોડી ગયા હતા અને ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ જાહેર થઈ હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here