ગીર સોમનાથ અને રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, કપાસ-મગફળીના પાકને ફાયદો

0
0

રાજકોટ. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ અને રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. બીજી તરફ આટકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. લુભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. શહેરના મવડી, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સાહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. મહત્વનું છે કે આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આટકોટમાં વરસાદી માહોલ જામ્યો
આટકોટમાં એક દિવસના વિરામ બાદ કાળા ડિબાંગ બાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો
સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી મેઘમહેર યથાવત્ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ પડતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here