સો.મીડિયા : ‘મહાભારત’ના એક સીનમાં કૂલર જોવા મળ્યું તો અઢળક મીમ્સ બન્યાં, સાચી વાત હવે બહાર આવી

0
36

મુંબઈ. બી આર ચોપરાનો શો ‘મહાભારત’ બીજીવાર પ્રસારિત કરવામાં આવ્યો છે. લૉકડાઉનને કારણે આ પૌરાણિક સિરિયલ ચાહકો જુએ પણ છે. હાલમાં જ આ સિરિયલના એક એપિસોડમાં ચાહકોને કૂલર જોવા મળ્યું હતું. આ કૂલર ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્નાની પાછળ હોય તેમ ચાહકોને લાગ્યું હતું. પછી તો સોશિયલ મીડિયામાં આ વાતને લઈને અઢળક મીમ્સ બનાવવામાં આવ્યા હતાં. જોકે, વાસ્તવમાં આ કૂલર નહીં પણ પિલરની ડિઝાઈન હતી.

કૂલર જોઈને ચાહકોને ‘ગેમ ઓફ થ્રોન્સ’ની યાદ આવી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ‘ગેમ ઓફ થ્રોન્સ’ના એક એપિસોડમાં જાણીતી કૉફી કંપનીનો ગ્લાસ જોવા મળ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વાતની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. તે જ રીતે ‘મહાભારત’ને લઈ મીમ્સ બનાવવામાં આવ્યા હતાં. એક યુઝરે કહ્યું હતું કે ભીષ્મ પિતામહ કૂલર યુઝ કરે છે તો અન્યે કહ્યું હતું કે ભીષ્મ પિતામહે કૂલર યુઝ કરીને સાબિત કર્યું કે ‘મહાભારત’ પોતાના સમય કરતાં કેટલું આગળ હતું.

અન્ય ચાહકે સાચી વાતનો ખુલાસો કર્યો

ચાહકોએ આ સીન જોઈને તરત જ મીમ્સ બનાવી નાખ્યા હતાં અને સ્ક્રીનશોટ વાયરલ કર્યાં હતાં. જોકે, સચ્ચાઈ અલગ જ હતી. અન્ય એક ચાહકે ખુલાસો કર્યો હતો કે જેને લોકો કૂલર સમજી રહ્યાં છે તે વાસ્તવમાં એક પિલરની ડિઝાઈન છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન ‘રામાયણ’ તથા ‘મહાભારત’ બંને શોનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું છે અને આ બંને સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ બંને સિરિયલ બાદ હવે રામાનંદ સાગરની અન્ય એક સિરિયલ ‘શ્રીકૃષ્ણા’ પણ શરૂ થશે. જોકે, આ સિરિયલની હજી તારીખ તથા સમયનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here