Monday, January 24, 2022
Homeરાજકોટ કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર કોરોના પોઝિટિવ : આજે દિકરાના લગ્ન, પણ...
Array

રાજકોટ કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર કોરોના પોઝિટિવ : આજે દિકરાના લગ્ન, પણ પિતા હાજરી ન આપી શક્યા

રાજકોટ કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર-3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ આજે દિકરાના લગ્ન છે અને બીજી તરફ ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયા કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી દિકરાના લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા છે.

ઘરમાં 2 દિવસથી લગ્નનો માહોલ છે પણ હું રૂમથી બહાર નીકળ્યો ન નથી- ઝોનલ ઓફિસર-3

ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયાએ જણાવ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું, મારા દિકરાની આજે જાન બહારગામ ગઈ છે. જેમાં પરિવારના સભ્યો ગયા છે. પણ કોરોના હોવાથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું. ઘરે 2 દિવસથી લગ્નનો માહોલ છે. પણ હું 2 દિવસથી મારા રૂમથી બહાર નીકળ્યો જ નથી.

પિતાની ગેરહાજરીમાં દિકરાના લગ્ન યોજાયા

છેલ્લા 2 દિવસથી ઘરમાં લગ્નનો માહોલ છે. પણ એસ.આર ગીનોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જેથી સમગ્ર લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા હતા. જો કે પરિવારના અન્યો સભ્યો સ્વસ્થ હોવાથી તેઓ લગ્નમાં જોડાયા હતા.

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યમાં વધારો

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા છેલ્લા 10-15 દિવસથી ખુબજ વધી રહી છે. રાજકોટમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 500ને પાર પહોંચી ગઈ છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. હાલના સમયમાં માસ્કને જ વેક્સિન સમજવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular