કોરોના અમદાવાદ – BJP ડોક્ટર સેલના ઓર્થોપેડિક સર્જનનું મોત, 310 નવા કેસ સાથે કુલ 10590 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 722 પર પહોંચ્યો

0
11
ફાઇલ તસવીર
  • શહેરમાં 80 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 50 હજાર લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું
  • કોરોનાના પગલે મોતને ભેટેલા શિક્ષકના પરિવારજનોને ટેસ્ટ કરાવવા AMCની ના, ઉડાઉ જવાબથી પરિવાર દુઃખી
  • ખાનગી રીતે ટેસ્ટ કરાવવા લેબે સરકારની મંજૂરી લેવી જરૂરી
ફાઇલ તસવીર

સીએન 24,ગુજરાત

અમદાવાદશહેરમાં આજે કોરોના વાઇરસના 310 નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોના વાઇરસના કુલ 10590 કેસ થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 722 પર પહોંચ્યો છે. આ સિવાય 136 લોકોના ડિસ્ચાર્જ સાથે અત્યાર સુધી કુલ 4187 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.  BJP ડોક્ટર સેલના ઓર્થોપેડિક સર્જન ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી અવસાન થયું છે. તેમના પત્ની અને પુત્રને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં કોરોનાના કહેર છે અને શહેરમાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોના હોટસ્ફોટ એવા અમદાવાદમાં આજે જશોદાનગરના 3 ફાયરકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેયને શહેરની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3 કર્મીઓને ક્વોરન્ટીન કરાયા છે. અગાઉ પણ લક્ષણો દેખાતા 3 ફાયર કર્મીઓને ક્વોરન્ટીન કરાયા હતા.

અસારવાના ઇન્ચાર્જ મહિલા મામલતદારને પણ કોરોના પોઝિટિવ
અમદાવાદના અસારવામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલા મહિલા મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ફરજ દરમિયાન મહિલા મામલતદારને કોરોના સંક્રમણ થયું હતું. જે અંગે તેમણે ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છેકે અગાઉ અસારવાના મામલતદારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે મહિલા મામલતદારની નિયુક્તિ કરવામાં આવી હતી.
ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોનું ચેકિંગ
શહેરમાં 80 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ ફરી રહ્યાં છે. ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 50 હજાર લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત કોઈપણ વ્યક્તિને કોરોનાને લગતી મદદ જોઈતી હોય તો આરોગ્ય હેલ્પલાઈન 104 પર સંપર્ક કરી શકે છે.
ટેસ્ટ કરવાનો ઈન્કાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવા મામલે અનેક સવાલો ઊભા થયા છે જેની વચ્ચે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારના ટેસ્ટ પણ કરવાની ના પાડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું કોરોનાના કારણે ચાર દિવસ પહેલા મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિવારજનોએ ટેસ્ટ માટે જાણ કરી હતી છતાં કોઈ જ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હોવા છતાં તેઓને ટેસ્ટ માટે કોર્પોરેશન તરફથી ટેસ્ટ માટે ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે અને જો બહુ હોય તો દવાખાનામાં દાખલ થઈ જાઓ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

ખાનગી લેબને પણ ટેસ્ટ સરકારની મંજૂરી જરૂરી

રાજ્યમાં કોરોનાનાં કેસો એક તરફ વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં લોકો કોરોના ટેસ્ટ માટે જાય છે તો ટેસ્ટ માટે ના પાડી દે છે. જેથી ખાનગી લેબમાં લોકો ટેસ્ટ માટે હવે જાય છે જો કે ખાનગી લેબમાં પણ જેને કોરોનાનાં લક્ષણ હોય અને સરકારની મંજુરી બાદ જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો તમે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાઓ તો પણ લોકોને તાત્કાલિક ટેસ્ટ કરી આપવામા આવતો નથી. ગુજરાત રાજ્યમાં ICMR દ્વારા 11 જેટલી ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં 6 અને સુરત- વડોદરામાં 3-3 લેબને મંજૂરી આપવામાં આવી છે. લેબમાં ટેસ્ટ તો કરવામાં આવે છે પરંતુ તેના માટે રાજય સરકારની મંજૂરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here