Friday, August 6, 2021
Homeકોરોના - અમદાવાદ જિલ્લામાં નવા 34 પોઝિટિવ સાથે કુલ 605 કેસ, 3ના...
Array

કોરોના – અમદાવાદ જિલ્લામાં નવા 34 પોઝિટિવ સાથે કુલ 605 કેસ, 3ના મોત સાથે મૃત્યુઆંક 41 થયો

અનલો-1 બાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

  • હોટસ્પોટ બનેલા ધોળકામાં 13 પોઝિટિવ કેસ નોંધાયા
  • વિરમગામમાં 7 અને સાણંદ, દસક્રોઈ, ધંધુકામાં 4-4 કેસ

સીએન 24,ગુજારત

અમદાવાદજિલ્લામાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 34 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ કેસ 3 મોત થયા છે. જ્યારે ત્રણ વ્યક્તિના મોત સાથે મૃત્યુઆંક 41 થયો છે. જેમાં હોટસ્પોટ બનેલા ધોળકામાં 13 કેસ નોંધાયા છે. વિરમગામમાં 7 કેસ, સાણંદ, દસક્રોઈ, ધંધુકામાં 4-4 કેસ અને માંડલ તેમજ બાવળામાં 1-1 કેસ નોંધાયા છે.

અનલોક-1 બાદ કેસમાં ઝડપી વધારો
અમદાવાદ જિલ્લામાં અનલોક 1 બાદ કેસો એકદમ વધી ગયા છે રોજના 25થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે અને મોત પણ વધી રહ્યા છે. કેસનો આંકડો 600નવા પાર પહોંચી ગયો છે. જ્યારે 41 મોત નોંધાઇ ચુક્યા છે. જિલ્લામાં ધોળકા બાદ દસક્રોઈ અને સાણંદમાં સંક્રમણ વધી રહ્યું છે. ધોળકા તાલુકામાં કેસો વધી રહ્યા છે. અનલોક-1 પહેલા અમદાવાદ જિલ્લામાં તંત્ર કોરોનાને કંટ્રોલ કરવામાં સફળ રહ્યું હતું પરંતુ હવે કેસો કાબૂ બહાર જઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments