કોરોના અમદાવાદ LIVE / વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાલેટર થી મોત, SVPમાં વેન્ટિપર હતા

0
25

  • છેલ્લા 24 કલાકમાં દર દોઢ કલાકે એકથી વધુ મોત
  • એક સમયે 4 દિવસનો ડબલિંગ રેટ હાલ 8 દિવસનો, રિકવરી રેટ 4થી 5 ટકાથી વધીને 10 ટકાથી વધુ
  • વધુ એક 5 સ્ટાર હોટેલ સાથે કરાર કર્યાં, દૈનિક રૂ.3500ના ખર્ચે આઈસોલેશનમાં રહી શકાશે
  • નરોડાની એક નિર્માણાધીન હોસ્પિટલ ઉપયોગમાં લેવાશે
  • અમદાવાદ જિલ્લાના દસક્રોઈના પ્રજાપતિ વાસની બે મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

ન્યૂઝ ડેસ્ક, સીએન 24, નેટવર્ક

અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા અને હાલ બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે મોત થયું છે. છેલ્લા 6 દિવસથી તેઓ SVP હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. ત્યારે આવતીકાલે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના પ્રશંસકોમાં ખુશી છવાઈ ગઈ છે.

દર દોઢ કલાકે એકનું મોત

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 178 નવા કેસ અને 18 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 104 થયો છે. છેલ્લા 24 કલાકમાં જ 18 દર્દીના મોત થતા મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દર દોઢ કલાકે 1 દર્દી મોતને ભેટ્યો છે. આ ઉપરાંત આજે 25 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 16 મહિલા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 140 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

26 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

હાલ ડબલિંગ રેટ 8 દિવસનો, રિકવરી રેટ 4થી 5 ટકાથી વધીને 10 ટકાથી વધુ

આ પહેલા બપોરે શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું.  વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

એક સમયે સરખી ચાલતી રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈઃ વિજય નેહરા 

વિજય નેહરાએ આગળ કહ્યું કે, શહેરમાં 18 એપ્રિલે 243 કેસ સામે હતા ત્યાર બાદ 234, 257, 228 થયા હતા. થોડા દિવસ પહેલા 4 દિવસે ડબલિંગ રેટ હતો જે આપણા તમામના પ્રયાસોથી 8 દિવસનો થયો છે. તેમજ રિકવરી રેટ 4થી 5 ટકાથી વધી 10 ટકાથી વધુ થયો છે. જ્યારે એક સમયે રિકવરી અને મૃત્યુઆંક સરખા હતા. પરંતુ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈ ગઈ છે. હોટલ ફર્નમાં રૂ.3500ના દૈનિક ખર્ચ થશે જ્યારે અન્ય એક હોટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં સંપન્ન લોકો દરરોજ રૂ.3500ના ખર્ચ સાથે આઈસોલેશનમાં રહી શકશે.

નરોડામાં નિર્માણાધીન હોસ્પિ. ઉપયોગમાં લેવાશે
નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી, આ નિર્માણાધીન હોસ્પિટલનો ઉપયોગ શરૂ થયો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા ઓફર કરી અને 200 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. રાજ્ય સરકાર પાસે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની માંગણી કરી છે. જ્યારે એક મહિલાની પીવાના પાણીની ફરિયાદના વીડિયો મુદ્દે વિજય નેહરાએ કહ્યું કે, સમરસ હોટલમાં પીવાના પાણીની 3 પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જેટલી બોટલ જોઈએ એટલું
પાણી આપવામાં આવશે.

ગેરેજ, પંચરથી લઈ AC,  વાસણ અને મોબાઈલની દુકાનો ખુલી
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવા માટે છૂટ આપવાના નિર્ણયને લઈ આજથી અમદાવાદમાં દુકાનો ખુલી હતી. વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તમામ તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી, જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. ગેરેજની દુકાનો પર પણ લોકો વાહન સર્વિસ અને રિપેરીગ માટે જોવા મળ્યા હતા. જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવતા હતા.

અમદાવાદ જિલ્લામાં કોરોના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દી 25

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈના પ્રજાપતિ વાસની બે મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમા સાણંદ, બાવળા, વિરમગામ, દસક્રોઈ, ધંધુકામાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં દસક્રોઈમાં જ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 25 પોઝિટિવ  કેસમાંથી આઠ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here