Thursday, October 28, 2021
Homeહેપ્પી મધર્સ ડે : મા ની મમતા સામે કોરોના પણ વામણો,
Array

હેપ્પી મધર્સ ડે : મા ની મમતા સામે કોરોના પણ વામણો,

આજે મધર્સ ડે છે ત્યારે સુરતની એક જ પરિવારની બે માતાએ પોતાના બે બાળકોને કોરોના સામે લડવામાં મદદ કરી હતી. ત્યારબાદ આઠ દિવસમાં પોતાના બાળકો સાજા થતા ઘરે પરત ફરી હતી.

કોરોનાગ્રસ્ત બાળકો સાથે માતા રહી

સુરતમાં કોરોનાના હોટ સ્પોટ બની ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટમાં રહેતા પિતરાઈભાઈઓ જીત યોગેશ રાણા (5) અને વેદિત નિલેશ રાણા(4)નો ફાઇનલ રિપોર્ટ પણ નેગેટિવ આવતા બંનેને રજા આપી દેવામાં આવતા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.બંને બાળકોનો પોઝિટિવ રિપોર્ટ 19મીએ પોઝિટિવ આવ્યા બાદ માતા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.26 એપ્રિલના રોજ આખરી રિપોર્ટ નેગેટિવ આવતા દાખલ થયાના 8 દિવસ બાદ બંનેને રજા આપી દેવામાં આવી હતી.બંને બાળકો ઘરે પહોંચતા જ દાદીએ આરતી ઉતારી હતી.

દીકરો દોડતો આવી વળગી પડ્યો અને પપ્પાના ગળે ડૂમો ભરાઈ આવ્યો

જીત જેવો ઘરે આવ્યો કે પપ્પા યોગેશભાઈને વળગી પડ્યો હતો.યોગેશભાઈના ગળે પણ ડૂમો ભરાઈ આવ્યો હતો.યોગેશભાઈએ જણાવ્યું હતું કે મારા દીકરા અને ભત્રીજા વગરના 7 દિવસ કેવા ગયા છે એ મારું મન જાણે છે.

બંને બાળકોની માતા પણ 8 દિવસ સુધી માતા સાથે જ રહી

બંને બાળકોને 108 એમ્બ્યુલન્સ બંનેને ઘરે લેવા આવી હતી. બંનેની માતા પણ બાળકો સાથે સિવિલ હોસ્પિટલમાં ગઈ અને 8 દિવસ સુધી બાળકો સાથે જ રહી.

બાળકોને ફક્ત કફ સીરપ અને એન્ટિબાયોટિકની જ જરૂર પડી

બાળકોનો ઈલાજ કરનાર પીડિયાટ્રિક વિભાગના પ્રોફેસર ડો.પન્ના પટેલે જણાવ્યું હતું કે બંને બાળકોમાં કોઈ લક્ષણ ન હતા એટલે બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.એન્ટિબાયોટિક અને ક્યારેક કફ સીરપ આપવામાં આવતી હતી. બાળકોમાં લક્ષણ ન હોવાથી બંનેના પહેલા 23મીએ અને પછી 25મીએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે નેગેટિવ નીકળ્યા હતા ત્યાર બાદ બંનેની માતાના સેમ્પલ પણ લીધા હતા જે સેમ્પલ પણ નેગેટિવ આવતા 26મીએ બંનેને રજા આપી દેવામાં આવી હતી.બાળકોની ઇમ્યુન નબળી હોવાથી તેઓ જલ્દી સંક્રમિત થઇ શકે છે એટલે બાળકોને અન્ય વયસ્ક દર્દીઓથી અલગ રખાયા હતા.

દાખલ થતા જ બંનેએ ઘરે જવાની જીદ પકડી હતી

માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા 5 વર્ષીય વૈદિક નિલેશભાઈ રાણા અને 4 વર્ષીય જીત યોગેશભાઈ રાણા નામના બે બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બેડ ફાળવી દેવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના વાતાવરણથી ટેવાયેલા ન હોવાથી બંને બાળકોના ચહેરા પડી ગયા હતા અને થોડી જ વારમાં ઘરે જવાની જીદ કરવા લાગ્યા હતા. જીતે પોતાને ઘરે જ લઈ જવાની જીદ પકડી હતી અને બિસ્કિટ ખાવાની આજીજી કરી હતી. હોસ્પિટલનું જમવાનું નહીં ભાવતા બંને બાળકોને થોડું જમી ફરી બિસ્કિટ ખાવાની જીદ પકડી હતી. જોકે, બંનેની માતાને ક્યાંયથી બિસ્કિટ મળ્યા ન હતા અને આખરે બાળકોને સમજાવી પટાવીને હોસ્પિટલનું જમવાનું જમાડ્યું હતું. છેલ્લા આઠ દિવસથી બંનેની માતા અટલે કે દેરાણી-જેઠાણીએ બાળકોને સાચવ્યા હતા. દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.

બાળકો સાથે માતાને રહેવા સિવાય છૂટકો નહતો

ચાર વર્ષીય જીતની માતા રંજનાબેને જણાવ્યું હતું કે, મારો અને મારા પતિનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. પણ મારું અને મારી જેઠાણીનું બાળક અમારા વગર રહી શકે એમ નથી એટલે હાલ અને બંને અહીં બાળકો સાથે જ છીએ. અમારા બાળકોને અહીં જમવાનું નથી ભાવતું અને સતત ઘરે જવાની જીદ કરી રહ્યા છે એ લોકોને તો એ પણ નથી ખબર કે કોરોના એટેલ શું ? અને બંનેને અહીં કેમ લાવવામાં આવ્યા છે? જમવાનું પણ નથી ભાવતું, અમારી પાસે અહીં રહેવા સિવાય છૂટકો નહતો.

હજુ પણ મનમાંથી ડર ગયો નથીઃ માતા

રંજના રાણાએ જણાવ્યું હતું કે, બાળકોને સિવિલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરને એક જ સવાલ કરતા હતા કે, રજા ક્યારે મળશે? બાળકો સાથેની નાનપણની યાદોની સાથે બીજા ઘણા વિચારો મનમાં થતા હતા પણ એક માનો વિશ્વાસ હતો કે, અમારા બાળકો સાજા થઈ જશે. બંને માતાઓ દર 15 મિનિટે બાળકોનો હાલચાલ પૂછતા હતા. એક માતા માટે આનાથી અઘરી પરીક્ષા બીજા કોઈ ના હોય શકે. જ્યારે ડોક્ટરે રજા આપી ત્યારે દાદા-દાદી વળગીને રડવા લાગ્યા હતા. ઘરે આવ્યા પછી પણ કેટલી રાતો મને ઉંઘ નહીં આવી. મારી નજર સામે હોસ્પિટલનું દ્રશ્ય જ ફરતું હતું. સપનામાંથી ઉઠીને બેઠી થઈ જતી અને બાળકનું માથું ચુંમતી હતી. હજુ પણ મનમાંથી ડર ગયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments