રાબડી દેવીના ઘરે કોરોના પહોંચ્યો, 13 કર્મચારી પોઝિટિવ

0
0

પટના, તા. 3 ઓગસ્ટ, 2020,

દેશભરમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીના ઘર સુધી પણ કોરોના પહોંચી ગયો છે. જેને પગલે તેમના ઘરે કામ કરી રહેલા તેમજ અન્ય તૈનાત કર્મચારીઓ મળી કુલ 13 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ જાણકારી સામે આવ્યા બાદ રાબડી દેવી અને તેમના પરિવારના અન્ય સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જ્યારે મ. પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની પણ હજુ સારવાર ચાલી રહી છે.તામિલનાડુના રાજભવનમાં તૈનાત સિક્યોરિટી અને અન્ય સ્ટાફ મળીને કુલ 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડીએમકેના નેતા જે અનબાઝગાનને કોરોના થતા તેઓનું નિધન થયું છે. બીજી તરફ અમિત શાહને કોરોના થતા તેમના સંપર્કમાં આવેલા નેતાઓ આઇસોલેટ થઇ રહ્યા છે. આવા જ એક નેતા બાબુલ સુપ્રીયોએ કહ્યું હતું કે હું પણ હાલ આઇસોલેટની સિૃથતિમાં છું અને મારો ટેસ્ટ કરાવીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here