રાજકોટ : ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, એકસાથે એક જ દિવસમાં નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા, બોટાદમાં 3 દર્દી સાજા થયા

0
10

રાજકોટ. ભાવનગરમાં આજે 4 મેના રોજ એક જ દિવસમાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.  એકસાથે નવા 17 કેસ એક દિવસમાં નોંધાયા હોવાની ભાવનગર માટે પ્રથમ ઘટના છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવના 73 કેસ થયા છે.  એકસાથે 17 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. 17 નવા કેસ અંગે મનપા કમિશનર એમ.એ. ગાંધીએ સત્તાવાર રીતે માહિતી આપી છે. રાજકોટમાં 34 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 17 નેગેટિવ અને 18 રિપો4ટ આવવાના બાકી છે. ત્રણ ગઇકાલે પોઝિટિવ નોંધાયા હતા. આજે નોંધાયેલા 17 કેસમાંથી 10 કેસ પખાલીવાડ અને સંઘેડીયા બજાર હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા છે. જ્યારે 1 કેસ ચિત્રા વિસ્તારમાંથી નોંધાયો છે. 5 કેસ બોરડીગેટ વિસ્તારમાંથી નોંધાયા છે.

17 પોઝિટિવ દર્દીને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

 

બોટાદમાં ત્રણ દર્દી સાજા થતા રજા અપાઇ

બોટાદમાં ત્રણ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં 67 વર્ષીય મહિલા, 48 અને 42 વર્ષીય પૂરૂષનો સમાવેશ થાયે છે. સાળંગપુર ખાતેની ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. બોટાદમાં કુલ 30 કેસ પૈકી 6 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. 5 દર્દી સાળંગપુર હોસ્પિટલમાંથી સાજા થયા છે જ્યારે એક અમદાવાદ હોસ્પિટલમાંથી સાજા થયા છે. 23 દર્દી હજુ સાળંગપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં ઓરેન્જ ઝોન છતાં નિયમો રેડ ઝોન જેવા જ: કલેક્ટરનું જાહેરનામું

રાજકોટ શહેર અને જિલ્લામાં ઓરેન્જ ઝોન હોવા છતાં રેડ ઝોન જેવા જ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડ્યું છે. આવશ્યક સેવાઓ જ ચાલુ કરી શકાશે. લોકડાઉન પાર્ટ 3માં વધારાની કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. દૂધ, શાકભાજી, દવાની દુકાનો અને આવશ્યક સેવાઓ જ શરૂ કરાશે. ઓરેન્જ ઝોનમાં રાજકોટ અને રેડ ઝોન જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આથી વેપારીઓ મુંઝવણમાં છે કે શું ચાલુ રાખવું અને શું બંધ રાખવું

ઔદ્યોદિક એકમો શરૂ થતા રાજકોટના શાપર-વેરાવળ હાઇવે પર ટ્રાફિકજામ

શાપરમાં ઔદ્યોગિક એકમો શરૂ થતા હાઇવે પર ટ્રાફિકજામ

લોકડાઉન વચ્ચે રાજકોટ-શાપર વેરાવળ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ચેકપોસ્ટ પર ટ્રાફિકજા જોવા મળ્યો હતો. શાપર-વેરાવળમાં ઔદ્યોગિક એકમનો શરૂ થતા હાઇવે પર મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.

જસદણના શિવરાજપુરમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર શખ્સને પાસા

રાજકોટ ગ્રામ્ય પોલીસને ફરજમાં રૂકાવટ કરી હુમલો કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શિવરાજપુરમાં રેહતા દિપક પરમાર નામના શખ્સે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હતો. આથી પોલીસે આ શખ્સ વિરૂદ્ધ લોકડાઉન ભંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી પાસા હેઠળ ધકેલી કડક કાર્યવાહી કરી છે.

રાજકોટમાં એસઓજી કોન્સ્ટેબલે વેપારી દબાણ કરી સોપારી, તમાકુ અને સિગારેટ કાઢ્યા હતા, કમિશનરે તપાસ સોંપી

જંક્શન વિસ્તારમાંથી એસઓજીના જવાનો દ્વારા પાન-મસાલા, સિગારેટની એજન્સી ખોલાવવામાં આવી હતી. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. 29 એપ્રિલના રોજ આ ઘટના બની હતી. આથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here