વિસનગરમાં કોરોના વિસ્ફોટ એક જ દિવસમાં 17 કેસ

0
7

જિલ્લામાં બુધવારે વધુ 36 કેસ સાથે છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમિતોનો આંકડો 473એ પહોંચ્યો હતો. જેમાં વિસનગરમાં સૌથી વધુ 17, કડી અને વડનગરમાં 5-5, ખેરાલુમાં 3, મહેસાણા અને વિજાપુરમાં 2-2 તેમજ ઊંઝા અને સતલાસણમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 12 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. બુધવારે 517 સેમ્પલ લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં દૈનિક 15 સંક્રમિતોની સરેરાશ વચ્ચે 144 મહિલા અને 329 પુરૂષો સંક્રમિત થઇ ચૂક્યા છે.

જિલ્લામાં માર્ચ મહિનાના પ્રથમ દિવસે 135 સેમ્પલ લેવાયા હતા તેની સામે છેલ્લા દિવસે 517 સેમ્પલ લેવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા એક મહિનામાં સેમ્પલ લેવાની પ્રક્રિયામાં વધારો કરાયો છે. સેમ્પલની સંખ્યા વધતાં સંક્રમિતો પણ વધુ મળી રહ્યા છે. માર્ચ મહિનામાં કુલ 473 લોકો સંક્રમિત થયા હતા. જેમાં 144 મહિલા અને 329 પુરૂષો છે. એટલે કે, મહિલાની સરખામણીમાં પુરૂષોમાં સંક્રમણનો રેશિયો 128 ટકા વધુ રહ્યો હતો.

બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ વધુ રહ્યું હતું. 473 પૈકી 303 દર્દીઓ શહેરી વિસ્તારમાંથી, જ્યારે 170 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળ્યા હતા. એટલે કે, ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં સંક્રમણનો રેશિયો 78.23 ટકા વધુ રહ્યો હતો.

ઉ. ગુ.માં 118 કેસ

જિલ્લો નવા કેસ
મહેસાણા 36
પાટણ 50
બનાસકાંઠા 5
સાબરકાંઠા 22
અરવલ્લી 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here