ન્યુયોર્ક ટાઈમ્સમાંથી : અમેરિકામાં સ્પોર્ટ્સ શરૂ થયા પછી કોરોનાના કેસમાં વધારો, હોકી લીગમાં પોઝિટિવ ટેસ્ટ રેટ 5.8 જ્યારે NBAમાં ખેલાડીઓનો પોઝિટિવ ટેસ્ટ રેટ 7.1

0
8

ન્યુયોર્ક. અમેરિકામાં સ્પોર્ટ્સ લીગ શરૂ થયા પછી દરેકને આશા હતી કે બધું ધીમે-ધીમે સામાન્ય થઈ જશે. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ખેલાડીઓના કોરોના પોઝિટિવ આવ્યા પછી સ્પોર્ટ્સ ફરી શરૂ થવા પર અસર પડી રહી છે. અમેરિકામાં પહેલાથી જ પોઝિટિવ કેસની સંખ્યા વધતી જઈ રહી છે. હવે સ્પોર્ટ્સ શરૂ થતાં ખેલાડીઓ અને સ્ટાફના પોઝિટિવ થવાની સંખ્યા વધી રહી છે. જેના કારણે રમતોના આયોજન પર શંકાની સ્થિતિ પેદા થઈ છે. મેજર લીગ સોકર (એમએલએસ 8 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે, જ્યારે એનબીએ 22 જુલાઈ, મેજર લીગ બેઝબોલ 24 જુલાઈ અને નેશનલ હોકી લીગ 1 ઓગસ્ટથી શરૂ થવાની છે. નેશનલ હોકી લીગએ જાહેરાત કરી કે, ક્લબની સુવિધાઓનો ઉપયોગ કરનારા 396 ખેલાડીઓના ટેસ્ટ થયા, જેમાં 23 પોઝિટિવ આવ્યા છે.

એનબીએમાં એક સપ્તાહમાં 25 ખેલાડી, 10 સ્ટાફ પોઝિટિવ 

ગયા સપ્તાહ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશને (એનબીએ) જાહેરાત કરી હતી કે, 23થી 29 જુન વચ્ચે 351 ખેલાડીના ટેસ્ટ થયા, જેમાંથી 25 પોઝિટિવ આવ્યા છે. આ સપ્તાહ દરમિયાન 884 સ્ટાફનો ટેસ્ટ થયો, જેમાં 10 પોઝિટિવ આવ્યા છે. મેજર લીગ બેઝબોલે 3748 લોકોના સેમ્પલ લીધાં હતાં, જેમાંથી 58 ખેલાડી અને 8 સપોર્ટ સ્ટાફનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એરિઝોના અને ફ્લોરિડામાં કેસમાં સતત વધારો થતાં લીગે ટ્રેનિંગ બંધ કરી દીધી છે. આ ઉપરાંત વોશિંગ્ટન નેશનલ્સ, હ્યુસ્ટન એસ્ટ્રોસ, સેન્ટ લુઈસ કાર્ડિનલ્સ અને સેન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સે ટીમ વર્કઆઉટ કેન્સલ કરી દીધા છે. જોકે, એનબીએના તાજેતરના ટેસ્ટિંગ અનુસાર ખેલાડીઓ અને સ્ટાફના પોઝિટિવ ટેસ્ટ રેટમાં ઘણું અંતર છે.

લીગના કારણે ખેલાડીઓ પર તૈયારીનું દબાણ 

એક્સપર્ટ્સ અનુસાર, એનએચએલમાં પોઝિટિવ ટેસ્ટ રેટ 5.8% છે. જે સામાન્ય વસ્તીના પોઝિટિવ ટેસ્ટ રેટથી વધુ છે. વન્ટરબિલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ શેફનર કહે છે, ‘એનએચએલના ખેલાડી ઘણા એનર્જેટિક છે. તેઓ સોશિયલ એક્ટિવિટીઝમાં ભાગ લેતા નથી. જોકે બધો દોષ ખેલાડીને આપી શકાય નહીં. લીગ શરૂ થવાના કારણે તેમના પર બહાર નિકળીને તૈયારીનું પણ દબાણ છે. આ તેમના કામનો ભાગ છે કે, તેમણે જીમમાં જવું પડે છે, વર્કઆઉટ અને ટૂર્નામેન્ટની તૈયારી કરવી પડી રહી છે.’ મેજર લીગ સોકર અને એનબીએ બંનેની ટીમો ફ્લોરિડાના ડિઝની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છે. ત્યાં જ મેચ પણ રમાવાની છે.

ખેલાડીઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર: એક્સપર્ટ

બિનેએ કહ્યું કે, ‘કોરોનાવાઈરસ 5 દિવસથી બે સપ્તાહ સુધી રહે છે. આથી નાના સમયગાળામાં ટેસ્ટિંગ કરીને અમે તેને પકડી શકતા નથી. લીગ શરૂ થતાં પહેલા અનેક વખત ટેસ્ટ કરવો જોઈએ, જેથી વાઈરસ ફેલાઈ ન શકે’. ચેપી રોગોનાં વિશેષજ્ઞ બ્રિયાના ફર્ચે કહ્યું કે, ‘ખેલાડીઓએ કસરત કરતા સમયે વધુ સાવચેતી રાખવી જોઈએ. તેમણે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, જ્યાં સુધી શક્ય હોય સપાટી સાફ કરતાં રહેવું જોઈએ. તો જ તેઓ બચી શકે છે’. બિનેએ કહ્યું, ‘24થી 48 કલાકમાં સતત ટેસ્ટ કરવા પડશે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, ખેલાડીઓએ વારંવાર ટેસ્ટ કરાવવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here