કોરોના દેશ અત્યાર સુધી 74.30 લાખ કેસ : 9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશમાં 90%થી વધુ દર્દી સાજા થયા.

0
3

દેશમાં કોરોનાના આંકડા સતત રાહત અપી રહ્યાં છે. શુક્રવારે 62 હજાર 104 કેસ નોંધાયા તો 70 હજાર 386 દર્દી સાજા થયા. 839 લોકોના મોત થયા. એક્ટિવ કેસ ઘટીને આઠ લાખથી નીચે આવી ગયા છે. હવે દેશમાં કુલ 7 લાખ 94 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 13 રાજ્ય એવા છે, જ્યાં 90%થી વધુ દર્દી સાજા થયા છે, જે નેશનલ એવરેજ 87.8થી વધુ છે. બાકી રાજ્યોમાં પણ આ આંકડો 80%ની આસપાસ અથવા તેની ઉપર છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, આવનારા અઢી મહિના દેશ માટે કપરા છે. તહેવારની સિઝન અને ઠંડીમાં સંક્રમણ વધવાનું જોખમ વધુ છે. એવામાં આપણે સૌને જાગૃત કરવા પડશે.
  • કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આઝાદે જણાવ્યું કે, ડોક્ટર્સની સલાહ પછી તેઓ પણ હોમ આઈસોલેશનમાં છે.
  • મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અનલોક 5.0 હેઠળ મહિલાઓને મોટી છૂટ આપી છે. હવે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ પણ સફર કરી શકશે. લોકડાઉન પછી લગભગ એક મહિના પહેલા જ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારે માત્ર જરૂરી વસ્તુઓની સપ્લાય અને જરૂરી સેવામાં લાગેલા કર્મચારીઓને ટ્રાવેલ કરવાની મંજૂરી હતી.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 1352 લોકો સંક્રમિત થયા છે અને 1556 લોકો સાજા થયા છે. 25 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 57 હજાર 936 લોકો કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 13 હજાર 928 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 41 હજાર 273 લોકો સાજા થયા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2735 દર્દીઓના મોત થયા છે. ટેસ્ટિંગનો આંકડો પણ વધીને 25.3 લાખ થઈ ગયો છે.

રાજસ્થાન

શુક્રવારે રાજ્યમાં 2010 નવા કેસ નોંધાયા છે. 2201 લોકો રિકવર થયા અને 15 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 69 હજાર 289 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 21 હજાર 381 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 46 હજાર 185 લોકો સાજા થઈ ચુક્યા છે. 1723 લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

બિહાર

રાજ્યમાં શુક્રવારે 1062 દર્દી નોંધાયા, 1454 લોકો રિકવર થયા અને 9 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 1 હજાર 887 લોકો સંક્રમિત થયા છે. જેમાં 10 હજાર 649 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 90 હજાર 256 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 981 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં શુક્રવારે 11 હજાર 447 નવા કેસ નોંધાયા અને 13 હજાર 885 લોકો રિકવર થયા. 306 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 79.9 લાખ લોકોની તપાસ થઈ ચુકી છે. જેમાંથી 15 લાખ 76 હજાર 62 લોકો સંક્રમિત થયા છે. આ સંક્રમિતોમાં 13 લાખ 44 હજાર 368 લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 89 હજાર 715 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણથી 41 હજાર 502 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 1.7 લાખ લોકોની તપાસ થઈ અને આમાથી 2552 લોકો સંક્રમિત નોંધાયા. 3538 લોકો રિકવર થયા અને 46 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધી 4 લાખ 49 હજાર 935 લોકો સંક્રમિત થયા છે. જેમાં 4 લાખ 8 હજાર 83 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 6589 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1.3 કરોડ લોકોની તપાસ થઈ ચુકી છે.