Tuesday, September 21, 2021
HomeT-20 પર કોરોના સંકટ : ટીમ ઇન્ડિયાના 9 ક્રિકેટર આઇસોલેશનમાં
Array

T-20 પર કોરોના સંકટ : ટીમ ઇન્ડિયાના 9 ક્રિકેટર આઇસોલેશનમાં

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાના કોરોના પોઝિટિવ હોવાના કારણે મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ રમાઇ શકી નહોતી. તે સમયે એવુ જણાવવામાં આવ્યુ હતુ કે જો ટીમના બીજા પ્લેયર્સનો રિપોર્ટ નેગેટિવ આવે તો, આ મેચ બુધવારે રમાઇ શકે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતના 9 પ્લેયર્સ હાલ આઇસોલેશનમાં છે અને મેચમાં તેમનુ રમવુ શંકાસ્પદ છે.

આઇસોલેટ થયેલા પ્લેયર્સમાં પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને કૃષ્ણપ્પા ગૌતમનો સમાવેશ થયેલો છે. આવી સ્થિતિમાં ભારત માટે પ્લેઇંગ-11 બનાવવી મુશ્કેલ થઇ શકે છે. શ્રીલંકાની ટીમના પ્લેયર્સનો કોરોના રિપોર્ટ સાંજે 4 વાગ્યા સુધી આવે તેવી આશા છે. તે પછી જ મેચ રમાશે કે નહી તેનો નિર્ણય લેવામાં આવશે.

શ્રીલંકા વિરુદ્ધ સતત 6ઠ્ઠી સિરીઝ જીતવાની તક
જો મેચ રમાય તો ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામેની સતત છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 શ્રેણી જીતવાની તક છે. ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ વખત શ્રીલંકા સામે દ્વિપક્ષીય ટી-20 શ્રેણી હારી નથી. આ પહેલા બંને ટીમો વચ્ચે 7 ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે. ભારતે 6 શ્રેણી જીતી છે. 2009/10માં શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ તમામ શ્રેણી જીતી લીધી છે.

શ્રીલંકાની વાત કરીએ તો ટીમ 24 જુલાઈ, 2019થી અત્યાર સુધીમાં 21 ટી-20 રમી છે. આમાંથી તેઓ માત્ર 5 મેચ જીત્યા હતા, જ્યારે શ્રીલંકા 15 મેચ હારી ચૂક્યું છે. 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. શ્રીલંકાએ તેની છેલ્લી 5 ટી-20 ગુમાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments