Tuesday, September 21, 2021
Homeયુરોપમાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા દસ લાખનો આંક પાર
Array

યુરોપમાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા દસ લાખનો આંક પાર

યુરોપમાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા દસ લાખનો આંક પાર કરી ગઇ હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના વડા ડો. હાન્સ કલુઝે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ૮૦ વર્ષ કરતાં વધારે વયના લોકોમાં કોરોનાને કારણે થતાં મોતમાં૩૦ ટકાનો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે જેમણે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી મેળવી છે તે લોકોમાં લોહી ગંંઠાઇ જવાનું જોખમ વધારે છે.

જર્મનીમાં રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯,૪૨૬ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૩૦,૭૩,૪૪૨ થઇ છે જ્યારે આજે કોરોનાને કારણે ૨૯૩ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૮૦,૦૦૦થવાને આરે છે. આરોગ્ય પ્રધાનજેન્સ સ્ફાને જણાવ્યું હતું કે જર્મનીએ તેની વસ્તીના ૧૭.૬ ટકા લોકોનેકોરોનાની રસી આપી દીધી છે. હાલ દરરોજ પાંચથી નવ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે અને નવા કેસોમાં ૯૦ ટકા કેસો યુકે વેરીઅન્ટના જણાયા છે.

બ્રાઝિલમાં કોરોનાના કારણે ૩૪૫૯ જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક ૩,૬૦,૦૦૦ને પાર થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં નવા કોરોના વાઇરસને કારણે કુલ ૮,૭૪૭ જણાના મોત થયા હતા. કોરોનાના નવા ૭૩,૫૧૩ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૧૩,૬૭૩,૫૦૦ થઇ છે.

દરમ્યાન યુએસ બાદ ઇટાલી અને દક્ષિણ આફ્રિકાએ પણ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સીંગલશોટ રસી આપવાની યોજના માંડી વાળી છે. યુએસમાં આ રસી લેવાને કારણે લોહી ગંઠાઇ જવાના અહેવાલ આવવા માંડતા સરકારે આ રસીના વિતરણને કામચલાઉ ધોરણે અટકાવી દીધું હતું. અખબારી અહેવાલો અનુસાર આ રસીના ૧,૮૪,૦૦૦ ડોઝ ઇટાલીમાં આવી પહોંચ્યા છે અને તેને રોમની પાસે પ્રાટિકા ડી માર મિલિટરી બેઝ ખાતે સંગ્રહવામાં આવી રહ્યા છે. ઇટાલીંમાં ૪.૦૯ મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાંઆવી છે જે વસ્તીના ૬.૮ ટકા છે. કોરોનાએ અત્યાર સુધીમાં ઇટાલીમાં ૧,૧૫,૫૫૭ જણાનો ભોગ લીધો છે. હાલ ઇટાલીમાં કોરોનાના ૩૮,૦૯,૧૯૩ કેસો નોંધાયેલા છે.

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન ઝ્વેલી મખીજેએ જણાવ્યું હતું કે દેશમાં ૨,૮૯,૭૮૭ જણાને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી મુકવામાં આવી છે પણ લોહી ગંઠાઇ જવાનો એકપણ કેસ નોંધાયો નથી. પણ યુએસમાં આ રસી આપવાનું સ્થગિત કરવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકામાં કોરોનાને કારણે ૫૩,૪૯૮ના મોત થયા છે. જ્યારે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૫,૬૧,૫૫૯ છે.

દરમ્યાન ઇરાનમાં પણ ગુરૃવારે કોરોનાના નવા ૨૫,૦૭૮ કેસ નોંધાતા કુલકેસોની સંખ્યા ૨૧,૬૮,૮૭૨ થઇ હતી. જ્યારે ૪,૬૦૧ કોરોનાના દર્દીઓને હાલ આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે તેમ ઇરાનના પ્રમુખ હસન રૃહાનીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments