Monday, September 27, 2021
Homeકોરોનાએ માનસિક શાંતિ છીનવી : વિદ્યાર્થીએ મનોચિકિત્સકને કહ્યું - મૃત્યુની ચિંતા સતાવે...
Array

કોરોનાએ માનસિક શાંતિ છીનવી : વિદ્યાર્થીએ મનોચિકિત્સકને કહ્યું – મૃત્યુની ચિંતા સતાવે છે

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરુ કરાઇ છે, જેમાં કોરોનાથી ભય સંબંધિત સમસ્યાઓ અંગે વધુ પ્રશ્નો પૂછે છે અને નિરાકરણ માગે છે. જરૂર પડ્યે રૂબરૂ બોલાવીને પણ માર્ગદર્શન અપાય છે. તાજેતરમાં જ હેલ્પલાઈનમાં આવેલા કિસ્સામાં કોલેજના એક વિદ્યાર્થીને સતત એમ્બ્યુલન્સનો જ અવાજ સંભળાયા કરે છે, જ્યારે સ્કૂલના એક બાળકને કોરોનાને કારણે બહાર રમવા જવા નહીં દેતાં હોવાને કારણે તે બાળક ઘરમાં બારી-દરવાજા, ફ્રિજ સાથે વાતો કર્યા કરતાં વાલીઓ ચિંતામાં મુકાયા હતા.

હેલ્પલાઈનમાં કોઈને કોરોનાનો ડર તો કોઈને મૃત્યુની ચિંતા સતાવે છે
કિસ્સો 1ઃ કોલેજમાં ભણતા એક છોકરાના સગાનું કોરોનામાં મૃત્યુ થતાં છોકરાને સતત મૃત્યુની ચિંતા સતાવે છે. 3 દિવસથી કઈ ખાધું નથી. આખી રાત જાગે છે અને સતત એમ્બ્યુલન્સના અવાજો સંભળાય છે.

કિસ્સો 2ઃ 10માં ધોરણમાં ભણતી છોકરી સતત પરીક્ષાના ભયમાં જીવે છે અને નાપાસ થવાની બીકે બસ રડ્યા કરે. ભયને લીધે સતત ઊલટીઓ અને અનિદ્રાનો ભોગ બને છે. ઊંઘમાં રટણ કર્યા કરે છે.

કિસ્સો 3ઃ સતત મોબાઈલમાં જે એમ્બ્યુલન્સ અને મૃત્યુના વીડિયો આવે એ જોઈ બહુ બીક લાગે. શું આ બંધ ન કરવું જોઈએ? વીડિયો રાત્રે જોયોને સવારે તાવ આવતાં રિપોર્ટ કરાવ્યો તો મને પોઝિટિવ આવ્યો.

કિસ્સો 4ઃ સમાચારો આવે છે કે કોઈ હોસ્પિટલમાં બેડ નથી, જગ્યા નથી તો મને એવું લાગે કે જો મને કોરોના થશે ને જગ્યા નહિ મળે તો શું થશે? બસ, એ વિચારે બેચેની થયા કરે છે, હવે હું ને મારો પરિવાર નહીં જીવીએ એવું લાગે છે અમને બચાવો.

કિસ્સો 5ઃ ઘરમાં મારા બાળક સાથે કોઈ રમે એવું નથી, કેમ કે મારે એક જ બાળક છે, તેથી હમણાં એ ખૂબ વિચિત્ર વર્તન કરે છે. ઘણીવાર મેં જોયું છે. એ બારી-દરવાજા કે ફ્રિજ, ટીવી સાથે વાતો કરતો હોય છે. એના આવા વર્તનથી મને ચિંતા થાય છે.

કિસ્સો 6ઃ મારું બાળક આમ તો બધા વિષયો સારી રીતે સમજી અને શીખી લે છે, પરંતુ આ ઓનલાઇન શિક્ષણ ચાલુ થયું હોવાથી તેને ગણિતમાં મુશ્કેલી પડે છે. અને ગણિતનો લેક્ચર આવે ત્યારે તે લેક્ચર એટેન્ડ કરવાની ના પાડે છે અને કાઈ કહીએ તો રૂમમાં પુરાય જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments