કોરોના : ડાન્સ દિવાને 3’માં ધર્મેશ યેલાંડે પોઝિટિવ, માધુરી નેગેટિવ

0
5

રિયાલિટી શો ‘ડાન્સ દિવાને 3’માં થોડાં દિવસ પહેલાં 18 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે સમયે માધુરી દીક્ષિત સહિતના જજે રિપોર્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. જોકે, હવે ધર્મેશ યેલાંડે તથા પ્રોડ્યૂસર અરવિંદ રાવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શું કહ્યું અરવિંદે?

અરવિંદ રાવે કહ્યું હતું કે જે પણ થયું તે ઘણું જ કમનસીબ છે. શનિ-રવિ લૉકડાઉન હોવાને કારણે તેઓ હવે રવિવારે શૂટિંગ કરી શકશે નહીં. પહેલાં તેઓ રવિવારે શૂટિંગ કરતાં હતાં. ધર્મેશના સ્થાને પુનિત પાઠક (કોરિયોગ્રાફર)ને લેવામાં આવ્યો છે.

ધર્મેશ યેલાંડે

ધર્મેશ યેલાંડે

કમરમાં દુખાવો અને તાવ

અરવિંદ રાવે કહ્યું હતું, ‘મને છેલ્લાં કેટલાંક દિવસથી કમરમાં બહુ જ દુખાવો થતો હતો. આ સિવાય મને કોઈ જ લક્ષણો નહોતા. એક દિવસ તાવ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી મારામાં ઘણી જ નબળાઈ આવી ગઈ હતી. જોકે, હવે મને સારું છું. હજી સુધી મેં મારો RT-PCR ટેસ્ટ કરાવ્યો નથી. હું થોડાં દિવસમાં કરાવીશ. મને લાગે છે કે ત્યાં સુધીમાં હું નેગેટિવ આવી જઈશ.’

માતાના ઘરે

વધુમાં રાવે કહ્યું હતું, ‘અમે સેટ પર તમામ પ્રકારની સાવચેતી રાખી હતી. સેટની અંદર આવનાર તમામ લોકોનો 48 કલાક પહેલાંનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ હોય તે ફરજિયાત હતું. તો પણ કોવિડ 19નો વાઈરસ સેટ પર ફેલાઈ ગયો. હું મારી વાત કરું તો હું મારી મમ્મીના ઘરે જતો રહ્યો છું. મારી પત્ની તથા દીકરી મારા ફ્લેટ પર છે. મારી દીકરી માંડ 2 વર્ષની છે અને હું કોઈ જાતનું જોખમ લેવા માગતો નથી. મારી મમ્મીનું ઘર થોડું મોટું છે અને હું અહીંયા સલામત છું.’

ધર્મેશ ગોવામાં

18 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા બાદ ધર્મેશ ગોવા જતો રહ્યો હતો. જોકે, અહીંયા થોડાંક જ દિવસમાં ધર્મેશમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.

સેટ પર કોરોના વિસ્ફોટ થતાં માધુરી માલદિવ્સ ઉપડી

‘ડાન્સ દિવાને 3’ના સેટ પર એક સામટા 18 કેસ આવતા માધુરી બ્રેક લઈને પરિવાર સાથે માલદિવ્સ જતી રહી હતી. સો.મીડિયામાં માધુરીએ માલદિવ્સની ઘણી તસવીરો શૅર કરી હતી.

હજી સુધી વેક્સિન લીધી નથી

માધુરીની ઉંમર 53 વર્ષ છે. સરકાર 45 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને વેક્સિન આપી રહી છે. જોકે, માધુરીએ હજી સુધી વેક્સિન લેવાની તસ્દી લીધી નથી.

‘ડાન્સ દિવાને 3’ના જજીસ તથા હોસ્ટની ફી

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતને ત્રીજી સિઝનમાં 65-70 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ફી મળે છે. ધર્મેશને 8-10 લાખ રૂપિયા તો તુષાર કાલિયાને 10-12 લાખ પ્રતિ એપિસોડ મળે છે. હોસ્ટ રાઘવની ફી 4-5 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here