કોરોના ઇફેક્ટ : 97 દિવસ બાદ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય આજથી સહેલાણીઓ ખુલ્લુ મુકાયું

0
0

કોરોના મહામારીના પગલે સયાજી બાગ તથા પ્રાણીસંગ્રહાલય બંધ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો હતો. હવે કોરોના કાબુમાં આવતા જનજીવન થાળે પડી રહ્યું છે. ત્યારે  97 દિવસ બાદ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય આજથી ખુલ્લુ મુકાતા સહેલાણીઓ મોટી સંખ્યામાં મુલાકાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી સુમસામ ભાસતું પ્રાણીસંગ્રહાલય ફરી સહેલાણીઓની ચહલપહલથી હર્યુભર્યું થયું છે.

કોરોનાવાયરસ એ બીજા તબક્કામાં જીવલેણ મહામારી ફેલાવી હતી જેના કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ગત 19મી માર્ચના રોજ સયાજીબાગની સાથો સાથ પ્રાણી સંગ્રહાલય પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે 97 દિવસ પછી સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય ખુલ્લુ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહેલાણીઓ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઇ શકશે. પરિણામે ફરી એક વાર લોકોની ચહેલ પહેલ જોવા મળશે. આ દરમિયાન સહેલાણીઓએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. જોકે પક્ષીઘરના નવિનીકરણની કામગીરી ચાલુ હોય સહેલાણીઓ માટે પક્ષીઘર વિભાગ બંધ રાખવામાં આવ્યું છે. અને દર ગુરૂવારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here