Sunday, September 19, 2021
Homeકોરોના ઇફેક્ટ : કોરોના સંકટની સ્થિતિ યથાવત રહેશે તો ટી-20 વર્લ્ડ કપ...
Array

કોરોના ઇફેક્ટ : કોરોના સંકટની સ્થિતિ યથાવત રહેશે તો ટી-20 વર્લ્ડ કપ યુએઇમાં યોજવાનો નિર્ણય લેવો પડશે

દેશમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજવાનું આયોજન છે. પણ બીસીસીઆઇએ જણાવ્યું છે કે જો કોરોના સંકટની સ્થિતિ યથાવત રહેશે તો ટી-20 વર્લ્ડ કપ યુએઇમાં યોજવાનો નિર્ણય લેવો પડશે. યુએઇને ટૂર્નામેન્ટના બેકઅપ વેન્યૂ તરીકે રાખવામાં આવ્યું છે.

બીસીસીઆઇના રમતગમત વિકાસ વિભાગના અધિકારી ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આઇસીસી ટૂર્નામેન્ટો માટે હંમેશા એક વિકલ્પ હોય છે. ગત વર્ષે આઇસીસીની બેઠક બાદ યુએઇની વિકલ્પ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જો આગામી પાંચ મહિનામાં સ્થિતિ યથાવત રહેશે તો બીજા વિકલ્પ પર વિચારણા કરવી પડશે.એટલું જ નહીં જો આયોજન દેશમાં થશે તો પણ તે 9 શહેરો નહીં પણ ચાર કે પાંચ શહેરો પૂરતું મર્યાદિત રહેશે.

દરમિયાન ભારતમાં કોરોનાની સ્થિતિના કારણે આઇપીએલની રૉયલ ચેલેન્જર બેંગલુરુ ટીમના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસન અને એડમ જમ્પા સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ભારતથી દોહા અને ત્યાંથી મેલબોર્ન પાછા ફર્યા હતા. બન્ને ક્રિકેટર મેલબોર્નની હોટેલમાં 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments