Friday, March 29, 2024
Homeકોરોના ઈફેક્ટ : ઈન્ડિયન આર્મીએ 30 મેના રોજ આર્મી સેન્ટરમાં યોજાનારી પરીક્ષા...
Array

કોરોના ઈફેક્ટ : ઈન્ડિયન આર્મીએ 30 મેના રોજ આર્મી સેન્ટરમાં યોજાનારી પરીક્ષા રખાઈ મોકૂફ

- Advertisement -

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ જોઈને ભારતીય સેનાએ ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ કરી છે. આ પરીક્ષા આર્મી સેન્ટર, હૈદરાબાદમાં 30મેના રોજ યોજાવાની હતી.

નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
આ વિશે ડિફેન્સ વિંગે એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે, 30 મેની ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ હાલ મોકૂફ રાખી છે. દેશમાં કોરોનાનાં વધી રહેલા કેસ જોઈને આ નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વધુ જાણકારી માટે કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટwww. joinindianarmy.nic.in પર વિઝિટ કરી શકે છે.

આની પહેલાં ઇન્ડિયન આર્મીએ જયપુર અને જોધપુરમાં યોજાનારી ઇન્ડિયન આર્મી ભરતી પરીક્ષાને સ્થગિત કરી હતી. આ પરીક્ષા 30 મેના રોજ જયપુર અને જોધપુરમાં લેવાની હતી. દેશમાં કોરોનાની બીજી લહેરને લીધે અત્યાર સુધી ઘણી પરીક્ષા કેન્સલ થઈ છે.

CBSE,CISCE,યુપી, એમપી બોર્ડ સહિત દેશમાં અલગ-અલગ રાજ્યોના બોર્ડે ધોરણ 10અને 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને ધોરણ 12ની પરીક્ષા વિશે પછી નિર્ણય લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular