કોરોના ઈફેકટ: ભારતીય નૌસેનાએ 40 દેશો સાથેની મેગા યુદ્ધ કવાયત ટાળી

0
15

નવીદિલ્હી, તા. 4
કોરોના વાઈરસના સતત વધતા જતા કેસો અને ભયના પગલે ભારતીય સૌ સેનાએ પણ સાવધાની વર્તીને ગઈકાલે પોતાના મલ્ટી નેશન નૌ સૈનિક અભ્યાસ ‘મિલન 2020’ ને ટાળી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ કોઈ એક-બે દેશોની સાથે અભ્યાસ નહોતો, બલકે આ મેગા અભ્યાસમા લગભગ 40 દેશોની નૌસેનાઓ સામેલ થવાની હતી.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે નેવીએ આ પગલું ઉઠાવ્યુ હતું. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે યોજાનારી આ બહુ રાષ્ટ્રીય નૈ સૈનિક અભ્યાસને હાલ તો ટાળી દેવાયો છે. મિલન નેવલ એકસરસાઈઝ 18 થી 28 માર્ચ વચ્ચે યોજાનાર હતી.

અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ નૌ સૈનિક અભ્યાસમાં 40 દેશે ભાગ લેવાની ઈચ્છા દર્શાવી હતી પરંતુ આ બધા દેશોમાં કોરોના ફેલાવાથી લાગેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખી નૌ સૈનિક અભ્યાસને હાલ સ્થગીત કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here