કોરોના ઈફેક્ટ : વધતાં જતાં સંક્રમણને જોતા NTAએ JEE મેઈનની ત્રીજા ફેઝની પરીક્ષા મોકૂફ કરી

0
2

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. વધતાં જતાં કોરોનાના કેસને લીધે ફરી એક વાર પરીક્ષાઓ સ્થગિત થવા લાગી છે. આ મહિને યોજાનાર JEE મેઈનની ત્રીજા ફેઝની પરીક્ષાને હાલ પૂરતી પાછી ઠેલાઈ છે. NTAના જણાવ્યા પ્રમાણે નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોને નવી તારીખ પરીક્ષાના 15 દિવસ પહેલાં જાણ કરવામાં આવશે. આ પરીક્ષા 27 એપ્રિલથી 30 એપ્રિલે યોજાવાની હતી.

શિક્ષણ મંત્રીએ માહિતી આપી
કોરોનાના વધતાં જતાં કેસને જોતા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સતત પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરી રહ્યા હતા. તેવામાં તેમની માગનો NTAએ સ્વીકાર કરીને પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિંશકે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિને જોતાં પરીક્ષા સ્થગિત કરવા માટે સજેશન આપ્યું છે.

આ વર્ષે 4 સેશનમાં પરીક્ષા યોજાવાની છે
આ વર્ષે JEEની મેઈન પરીક્ષા 4 સેશનમાં યોજાવાની છે. આ પહેલાં 2 સેશનની પરીક્ષા યોજાઈ ચૂકી છે. હવે ત્રીજા ફેઝની પરીક્ષા 27થી 30 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ હાલ કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતાં તે પાછી ઠેલાઈ છે.

CBSE અને ICSEની પરીક્ષાઓ પણ સ્થગિત
કેન્દ્ર સરકારે CBSEની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ પણ ટાળવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ પરીક્ષાઓ વિશે 1 જૂને નિર્ણય લેશે.

ISCEએ પણ 12મા ધોરણની પરીક્ષા સ્થગિત કરી છે. તો 10મા ધોરણની પરીક્ષા ઓપ્શનલ રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી માગતા તેમનું પરિણામ ISCEના ક્રાઈટેરિયા પ્રમાણે નક્કી થશે.

સ્ટેટ બોર્ડે પણ પરીક્ષા મોકુફ રાખી
આ સિવાય ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના સ્ટેટ બોર્ડે પણ બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. હરિયાણા બોર્ડ 10મા ધોરણનું રિઝલ્ટ ઈન્ટર્નલ સ્ટોરેજને આધારે જાહેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here