ઓટોમોબાઇલ : કોરોના મહામારીથી પેસેન્જર વાહનોના વેચાણ 51 ટકા ઘટ્યાં

0
6
  • કોર્મશિયલ વાહનોના વેચાણ માર્ચ માસમાં 88.95 ટકા ઘટી 13027 યુનિટ રહ્યાં
  • આગામી સમયમાં પણ વેચાણમાં જંગી ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હી. વૈશ્વિક સ્તરે ફેલાયેલી કોરોના મહામારીની અસરે માર્ચ માસમાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 51 ટકાનો જંગી ઘટાડો આવ્યો છે. ભારતમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે વેપાર કામગીરી ઠપ છે જેના કારણે આગામી સમયમાં પણ વેચાણમાં જંગી ઘટાડો થવાની શક્યતા છે.

ટુ-વ્હિલર્સના વેચાણ 39.33 ટકા ઘટીને 866849 યુનિટ રહ્યાં

સોસાયટી ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સીયામ)ના અહેવાલ મુજબ પેસેન્જર વાહનોના વેચાણ માર્ચ મહિનામાં 51 ટકા ઘટીને 143014 યુનિટ રહ્યાં હતા જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 291861 યુનિટ રહ્યાં હતા. જ્યારે કોર્મશિયલ વાહનોના વેચાણ માર્ચ માસમાં 88.95 ટકા ઘટી 13027 યુનિટ રહ્યાં હતા જે અગાઉના વર્ષે 109022 યુનિટ નોંધાયા હતા. જ્યારે ટુ-વ્હિલર્સના વેચાણ 39.33 ટકા ઘટીને 866849 યુનિટ રહ્યાં છે જે અગાઉના વર્ષે 1440593 યુનિટ્સ રહ્યાં હતા. ઓટો સેક્ટરના તમામ કેટેગરીમાં વેચાણ 44.95 ટકા ઘટીને 1050367 યુનિટ રહ્યાં છે જે અગાઉના વર્ષે 1908097 યુનિટ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here