Tuesday, January 18, 2022
Homeકોરોના મહામારી : વડોદરાની કંપની 8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર 3 મહિના...
Array

કોરોના મહામારી : વડોદરાની કંપની 8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર 3 મહિના માટે ટોકન ભાડેથી આપશે

વડોદરાના મકરપુરા ખાતે આવેલી એ.બી.ઇન્ડસ્ટ્રીઝ 8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર 3 મહિના માટે દર્દીઓની જીવન રક્ષા માટે ટોકન ભાડે આપશે. આ કંપની જીવન રક્ષામાં અનિવાર્ય ઉપયોગીતા ધરાવતા મેક્સ પ્રોટોન પ્લસ વેન્ટિલેટર બનાવે છે અને ગુજરાત સહિત દેશના વિવધ રાજ્યોને પૂરા પાડે છે. કોરોના સામેની લડાઇમાં આ કંપનીએ તંત્રને ખુબ ઉપયોગી જીવન રક્ષક યોગદાન આપ્યું છે અને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે.

ડો.વિનોદ રાવે કંપનીના કોરોના લડવૈયા તરીકેના યોગદાનને દિલથી બિરદાવ્યું
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ કંપનીના અસાધારણ અને જીવન રક્ષક યોગદાન પર પ્રકાશ પાડતા તેમના આ માનવીય અભિગમને દિલથી બિરદાવ્યો છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં બે અઠવાડિયા પહેલાં આ કંપનીએ માત્ર ટેલિફોનિક વિનંતીને માન આપીને રૂ.8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર નામ માત્રના ભાડાથી વડોદરાના કોવિડ દર્દીઓ માટે કામચલાઉ ઉપયોગમાં લેવા સંમતિ આપી હતી. તેમનું આ સૌજન્ય દર્દીઓની જીવનરક્ષામાં ખુબ ઉપયોગી બની રહ્યું છે.

ખાસ ફરજ પરના અધિકારીએ કંપનીના કોરોના લડવૈયા તરીકેના સહયોગી યોગદાનને દિલથી બિરદાવ્યું
ખાસ ફરજ પરના અધિકારીએ કંપનીના કોરોના લડવૈયા તરીકેના સહયોગી યોગદાનને દિલથી બિરદાવ્યું

100 વેન્ટિલેટર અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં આપશે
આ કંપની પાસે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેન્ટિલેટર ની મોટી માગ છે. તેમ છતાં કંપનીએ ગુજરાત મેડિકલ સર્વિસિસ કૉર્પોરેશન લિમિટેડના માધ્યમથી ખરીદવાના છે તેવા વધુ 100 વેન્ટિલેટર વડોદરા શહેરને અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે. સામાન્ય રીતે આવો ઓર્ડર પૂરો કરતા એક મહિનાનો સમય લાગી શકે.

100 વેન્ટિલેટર વડોદરા શહેરને અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે
100 વેન્ટિલેટર વડોદરા શહેરને અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે

કંપનીના એમ.ડી. અને ટીમને દિલથી ધન્યવાદ આપ્યા
ડો. વિનોદ રાવે આજે આ કંપની ની મુલાકાત લીધી ત્યારે આ માનવતાભર્યા સૌજન્ય માટે કંપનીના એમ.ડી. અશોક પટેલ અને ટીમને દિલથી ધન્યવાદ આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular