રાજકોટ : કોરોના વિસ્ફોટ, 16 કેસ નોંધાયા, ધોરાજીમાં 11, જૂનાગઢમાં 9, મોરબીમાં 9, ભાવનગરમાં 15 કેસ, વેરાવળમાં 2 અને જામનગરમાં 1નું મોત

0
7
  • ધોરાજીમાં કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા ચાર દિવસમાં 46 કેસ નોંધાયા
  • ઉપલેટામાં 5, જસદણમાં 5,જામકંડોરણામાં 3, ગોંડલમાં 3, જેતપુરમાં 3 કેસ નોંધાયા
  • સૌરાષ્ટ્રમાં 4 જુલાઇ સુધીમાં 1372 કેસ નોંધાયા, 50ના મોત
  • ભાવનગરમાં વિદેશી ક્રુ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

રાજકોટ. ધોરાજીમાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજી સતત કોરોનાનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં 65 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજીમાં સતત કોરોનાના કેસ વધતા આરોગ્ય અધિકારી, ડે.કલેક્ટર તથા અન્ય અધિકારીએ પ્રાંત કચેરીએ બેઠકનો દોર શરૂ કર્યો છે. જસદણમાં 4 અને બોટાદમાં 1 કેસ નોંધાયોછે.  વેરાવળમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીના મોત નીપજ્યા છે.ભાવનગરમાં વિદેશી ક્રુ મેમ્બર સહિત 15નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલેન્ડના રહેવાસી ક્રૂ મેમ્બર બ્રાઈકો (ઉં.વ.64)ની તબિયત લથડતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં આજે વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. બોટાદમાં 3, રાણપુરમાં 1, જામકંડોરણામાં 3, ગોંડલમાં 3, જેતપુરમાં 3 કેસ નોંધાયા છે. જામનગરમાં 70 વર્ષીય પુરૂષનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. રાજકોટમાં વધુ 16 કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 226 નોંધાયા છે. જેમાં 72 સારવાર હેઠળ છે, 144 ડિસ્ચાર્જ અને 10ના મોત થયા છે.  ગીરસોમનાથ આજે નવા 4 કોરોના પોઝિટિવ કેસ  નોંધાયા છે. જેમાં ઉનામાં 3  અને કોડીનારના ડોલાસા ગામે 1 કેસ નોંધાયો છે. મોરબી જિલ્લામાં 9 અને જૂનાગઢ જિલ્લામાં 8 કેસ નોંધાયા છે.

રાજકોટમાં એક જ દિવસમાં 16 કેસ નોંધાયા 

1. પદમા પ્રેમજી (40) સરનામું : પરસાણા નગર, રાજકોટ.
2. ઉમા રસિક (67) સરનામું : નવલ નગર, રાજકોટ.
3.રિયાબેન નવીનભાઈ મંગે (13) સરનામું : આનંદ પાર્ક 1, મોરબી રોડ, રાજકોટ.
4.શાંતીબેન અશોકભાઈ મંગે (35) સરનામું : આનંદ પાર્ક 1, મોરબી રોડ, રાજકોટ.
5.જયંતીભાઈ કાનજીભાઈ મંગે (51) સરનામું : આનંદ પાર્ક 1, મોરબી રોડ, રાજકોટ.
6.જીતુભાઇ બચુભાઈ જાગાણી (33) સરનામું : શક્તિ સોસાયટી 5, સંતકબીર રોડ, રાજકોટ.
7.અમરબેન હૂંબલ (60) સરનામું : કોઠારીયા રોડ, દીપ્તિનગર મેઈન રોડ, રાજકોટ.
8.મનુભાઈ સંઘવી (59) સરનામું : માધાપર ચોકડી, ગોલ્ડન પોર્ટિકો, રાજકોટ.
9.રમેશ મનજી વાવેસા (58) સરનામું : પિતૃ પાર્ક શેરી, ખોડીયાર પાર્ક, નવાગામ મેઈન રોડ, રાજકોટ
10.રજની મનસુખભાઈ દવે (46) સરનામું : બ્લોક એ-301, જીનીસિસ હાઈટ, સમૃધ્ધિ સોસાયટી, આલાપ ગ્રીન સિટી પાછળ, રૈયા રોડ, રાજકોટ
11.સંજય છગન રાદડીયા (40) સરનામું : રીયલ પ્રાઈમ, ડી-402, મવડી ચોકડી, રાજકોટ.
12.રાધાબેન જયંતભાઈ હુંબલ  (70)સરનામું : મયુર પાર્ક, ભક્તિનગર, રાજકોટ.
13.જયંતભાઈ દેવદાનભાઈ હુંબલ (72) સરનામું : મયુરપાર્ક, ભક્તિનગર, રાજકોટ.
14.ભગવાનજીભાઈ વાઘજીભાઈ (66)સરનામું : ધરમરાજ પાર્ક, ગાંધીગ્રામ રોડ, રાજકોટ
15.રજની પ્રતાપ જાડેજા (64)સરનામું : પંચાયત રોડ, શાંતિવન સોસાયટી, રાજકોટ.
16. હર્ષિદા હસુ (50)સરનામું : ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ.

રાજકોટ કલેક્ટર અને SP ધોરાજી દોડી ગયા

ધોરાજીમાં સતત વધતા કેસને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા સહિતના અધિકારીઓ આજે ધોરાજી દોડી આવ્યા છે. તમામ અધિકારીઓએ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. ધોરાજીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રણનીતિ અંગે ચર્ચા કરાઇ હતી.

ભાવનગરમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા  

ભાવનગર ગ્રામ્ય અને શહેરમાં આજે 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહુવાના ગુંદરણ ગામના વતની અને સુરત રહેતાં ભૂપતભાઈ હરિભાઈ તરસારીયા (ઉં.વ.55), સુરત રહેતા અને સુરતથી ઉમરાળાના માલપરા ગામે આવેલા કેતનભાઈ કાંતિભાઈ ધોળા (ઉં.વ.32), ભાવનગરનાં નાગઘણીબા ગામે રહેતાં અને હીરાના કારખાનામાં હોય અગાઉ પોઝિટિવ આવેલાનાં સંપર્કમાં આવેલા નિલેશગીરી બલવંતગીરી ગોસ્વામી (ઉં.વ.37), સિહોરના અમરગઢ ગામે રહેતાં અને રત્ન કલાકાર દેવાયતભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉં.વ.34), સિહોર રામનગર વિસ્તારમાં રહેતા અને મારૂતિ ઈમ્પેક્ષમાં કામ કરતા રત્ન કલાકાર કલ્પેશભાઈ હરજીભાઈ સોલંકી, મહુવા તોરણ એપાર્ટમેન્ટમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને અગાઉ એટીવીટી સેન્ટરના પોઝિટિવ આવેલના સંપર્કમાં હતાં તે પ્રશાંતભાઈ મનહરલાલ મહેતા (ઉં.વ.49), ટોપ થ્રી સર્કલ પાસે સપ્નસૃષ્ટીમાં રહેતા અને મહુવા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા જગન્નાથભાઈ તુકારામ ભલેરામ (ઉં.વ.48), થરાદ રહેતાં અને ત્યાંથી પાલનપુર ગયેલા અને ત્યાંથી માતા-પિતાને મળવા ચિત્રા વિશ્વકર્મા સોસાયટી ખાતે આવેલા દક્ષાબેન જોયતાભાઇ પ્રજાપતિ (ઉં.વ.35), ચાવડી ગેઈટ વિજય ટોકીઝ પાસે રહેતા દિલીલભાઈ ગુણવંતભાઈ ગોહેલ (ઉં.વ.50), વડવા તલાવડીમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતાં સતારભાઇ હારૂનભાઇ લોહીયા (ઉં.વ.42), કુંભારવાડા ભાયાણીની વાડી શેરી નં. 1માં રહેતાં અને નિર્મળનગર ક્રિસ્ટલ 240માં મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઇ ઠાકરભાઇ ધોળા (ઉં.વ.39), અંનતવાડીમાં રહેતાં પ્રતિકભાઈ જયેશભાઈ કુરાણી (ઉં.વ.29), વડવા પાદર દેવકીમાં રહેતાં રેશ્માબેન અસરફભાઇ (ઉં.વ. 37) અને રેલ્વે હોસ્પિટલ પાછળ અને સુરત હીરાની ઓફીસમાં કામ કરતા સુરેશભાઇ મકોડભાઇ ઝડફીયા
(ઉં.વ.45)નો સમાવેશ થાય છે.

ભાવનગરમાં ચાર દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો 

પાલિતાણા રહેતા મીનાક્ષીબેન મધુકરભાઇ વોરા (ઉં.વ. 33), મહુવાના બાંભણીયા ગામે રહેતા નિલેશભાઈ હડીયા (ઉં.વ.35), રાજુલાના વાવેરા ગામે રહેતાં બાઘાભાઇ દુલાભાઇ (ઉં.વ. 60 ) અને ઉમરાળાના ટીંબી ગામે રહેતાં સુરેશભાઇ મધુભાઇ ભીખડીયા (ઉં.વ. 49)ને રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં 4 જુલાઇ સુધીમાં 1372 કેસ, 50ના મોત

સૌરાષ્ટ્રમાં 4 જુલાઇ સુધીમાં 1372 કેસ નોંધાયા છે. જેમાં 50 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ભાવનગરમાં 322 કેસ, 13ના મોત અને 155 દર્દી સાજા થયા છે. રાજકોટમાં 267 કેસ નોંધાયા છે. જેમાં 12ના મોત અને 151 દર્દી સાજા થયા છે. બોટાદમાં 99 કેસ નોંધાયા છે. જેમાં 3ના મોત અને 69 દર્દી સાજા થયા છે. જામનગરમાં 266 કેસ નોંધાયા છે. જેમાં 4ના મોત અને 121 દર્દા સાજા થયા છે. ગીરસોમનાથમાં 83 કેસ નોંધાય છે. જેમાં 1નું મોત અને 49 દર્દી સાજા થયા છે. દેવભૂમિ દ્વારકામાં 26 કેસ નોંધાયા છે. જેમાં 2ના મોત અને 16 દર્દી સાજા થયા છે. જૂનાગઢમાં 158 કેસ નોંધાયા છે. જેમાં 4ના મોત અને 58 દર્દી સાજા થયા છે. પોરબંદરમાં 21 કેસ નોંધાયા છે. જેમાં 2ના મોત અને 13 દર્દી સાજા થયા છે. મોરબીમાં 33 કેસ નોંધાયા છે. જેમાં 1નું મોત અને 17 દર્દી સાજા થયા છે. અમરેલીમાં 97 કેસ નોંધાયા છે. જેમાં 7ના મોત અને 46 દર્દીઓ સાજા થયા છે.

ઉપલેટામાં પાંચ કેસ નોંધાયા 

ઉપલેટા સ્વામિનારાયણ સોસાયટીમાં 2 મહિલા અને 2 પુરુષ અને વાલ્મિકીવાસમાં એક 12 વર્ષના બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ કેસઉપલેટા શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 19 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝર કરવાની કામગીરી શરૂ કરી છે.પોઝિટિવવાળા સમગ્ર વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

બોટાદમાં એક કેસ નોંધાયો 

બોટાદ શહેરમાંથી  કોરોનાનો વધુ એક  કેસ નોંધાયો છે. બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં 68 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 107 થયા જેમાંથી  76  લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. ત્રણના મોત થયા છે. હાલ જિલ્લામાં 28 દર્દીઓ સારવાર હેઠળ છે .

વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓના મોત થયા છે. 

કોડીનારના 77 વર્ષીય કમરૂદીન લાલાણી અને 55 વર્ષીય ફાતિમાબેનનું વહેલી સવારે મોત નીપજ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વેરાવળ કોવિડ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં સારવારમાં હતા. જો કે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાના કારણે મોત અંગે અસમંજસમાં છે.બન્ને દર્દીઓના મોતનું કારણ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરાશે.શું કોરોનાના કારણે મોતનો આંકડો છૂપાવાય રહ્યો છે તેવા સવાલો ઉઠ્યા છે.

ગીરસોમનાથમાં એક કેસ

ગીરસોમનાથમાં વધારે એક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મૂળ પ્રાચી અને હાલ કોડીનારના ડોલાસા ગામે ધંધો કરતા 33 વર્ષીય યુવાનને પોઝિટિ રિપોર્ટ આવ્યો છે. આ વ્યક્તિ દુષ્કર્મનો આરોપી છે. પોલીસે અટકાયત પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવારમાં છે.

જસદણમાં ત્રણ અને વીંછિયામાં એક કેસ નોંધાયો

જસદણમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં જસદણના છત્રી બજારમાં રહેતા સાહીલ હારૂનભાઇ ધાનાણી (ઉં.વ.17), બાવાનો ચોક વિસ્તારમાં રહેતા સરીફાબેન જમાલભાઇ રાઠોડ (ઉં.વ.50) અને હિતેશ જેઠાલાલ મકવાણા (ઉં.વ.38)નો સમાવેશ થાય છે. જ્યારે વીંછિયામાં એક કેસ નોંધાયો છે. વીંછિયાના જીનપરા વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ શેખ (ઉં.વ.55)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જસદણનાં પ્રતાપપુર ગામે સુરતથી આવેલા યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જસદણનાં સાણથલી પાસે આવેલા પ્રતાપપુર ગામના જીતેશભાઇ રવજીભાઇ પારખીયા (ઉં.વ. 45)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા નાનકડા ગામમા ભયનો માહોલ પ્રસરી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here