મહેસાણા : ઊંઝામાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં 22 કેસ

0
12

મહેસાણા બાદ હવે ઊંઝા તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો છે. જિલ્લામાં મંગળવારે આવેલા 39 કેસ પૈકી એકલા ઊંઝામાં જ 55 ટકા એટલે કે 22 દર્દીઓ છે. જ્યારે મહેસાણા અને વિસનગર 6-6, કડી-2, ખેરાલુ, જોટાણા અને વિજાપુરમાં 1-1 કેસ નોંધાયો છે. જેમાં 18 શહેરી વિસ્તારમાં અને 21 ગ્રામ્યના છે. આરોગ્ય વિભાગે તમામ સંક્રમિતોને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા 1500થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરી છે. સાથે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધવા સર્વે શરૂ કરાયો છે. મંગળવારે 158 સેમ્પલ લેવાયા હતા, જેમનો રિપોર્ટ હજુ બાકી છે. જ્યારે 31 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. હજુ 332 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

ઊંઝા તાલુકામાં કોરોના સંક્રમણ વધ્યું છે. ઐઠોરની 1 વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કહોડા ગામે એક જ દિવસે 6 કેસ આવતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો છે. ગામમાં સોશિયલ ડિસ્ટન્સથી માંડી માસ્ક પહેરવાનો કડક અમલ શરૂ કરાયો છે. જિલ્લામાં 12 વૃદ્ધો સંક્રમિત, 4 દર્દી 70 વર્ષ ઉપરના કોરોનાની અસર વૃદ્ધોમાં ચિંતાજનક રીતે વધી રહી છે. તેમનું ઓક્સિજન લેવલ ઘટતું હોઇ ઓક્સિજન પર રાખવા ફરજિયાત બની રહ્યું છે. મંગળવારે આવેલા કેસોમાં 60 વર્ષ વટાવી ચૂકેલા 12 વૃદ્ધો છે. તે પૈકી 4તો 70થી વધુ ઉંમરના છે. નાનીકડીના 86 વર્ષીય અને ઊંઝાના મક્તુપુરના 81 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત બનતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

ઐઠોરની 1 વર્ષની બાળકી સંક્રમિત, કહોડામાં 6 કેસ

મહેસાણા :

મોઢેરા રોડ (25)(પુરૂષ)
રાધનપુર રોડ (42)(પુરૂષ)
રાધનપુર રોડ (49)(મહિલા)
સોમનાથ રોડ (34)(મહિલા)
રાધનપુર રોડ (52)(પુરૂષ)
રામોસણા (ઓજી) (47)(પુરૂષ)

ઊંઝા :

ઊંઝા (65)(પુરૂષ)
નવો માઢ (41)(પુરૂષ)
દીપગંગા રોડ (62)(પુરૂષ)
પાટણ રોડ (49)(પુરૂષ)
ઊંઝા (29)(પુરૂષ)
ઊંઝા (34)(પુરૂષ)
ઊંઝા (62)(મહિલા)
ઊંઝા (28)(પુરૂષ)
ઊંઝા (75)(પુરૂષ)
ગાંધીચોક (70)(પુરૂષ)
કહોડા (38)(મહિલા)
જગન્નાથપુરા (50)(પુરૂષ)
ઐઠોર (53)(પુરૂષ)
કહોડા (67)(મહિલા)
રણછોડપુરા (62)(મહિલા)
કહોડા (18)(મહિલા)
કહોડા (15)(પુરૂષ)
કહોડા (25)(મહિલા)
વરવાડા (38)(પુરૂષ)
કહોડા (24)(મહિલા)
મક્તુપુર (81)(પુરૂષ)
ઐઠોર (1)(મહિલા)

કડી :

છત્રાલ રોડ (60)(પુરૂષ)
નાનીકડી (86)(પુરૂષ)

વિસનગર :

મહેસાણા રોડ (35)(પુરૂષ)
કડા ચોકડી (60)(મહિલા)
વિક્રમ સિનેમા (50)(મહિલા)
ગોઠવા (52)(મહિલા)
કડા (23)(પુરૂષ)
ઉમતા (47)(પુરૂષ)

ખેરાલુ : ઉણાદ (55) (મહિલા)

જોટાણા : (62)(પુરૂષ)

વિજાપુર: ધનપુરા(30)(પુરૂષ)

હાલ જિલ્લામાં 2695 ઘર કોરોના કન્ટેન્ટમેન્ટ હેઠળ
તાલુકો ઘર વસતી
મહેસાણા 972 4028
વિજાપુર 388 1383
ખેરાલુ 18 67
ઊંઝા 161 672
કડી 644 2475
બહુચરાજી 9 29
વિસનગર 336 1187
વડનગર 92 371
સતલાસણા 44 159
જોટાણા 31 106
કુલ 2695 10477

​​​​​​

જિલ્લામાં માર્ચથી કોરોના સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધીના છ મહિનામાં કુલ 3400થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ 5000થી વધુ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે. જેમાં સૌથી વધુ કેસ અને કન્ટેન્ટમેન્ટ ઝોન મહેસાણા શહેર અને તાલુકામાં છે. 14 ઓક્ટોબર સુધીમાં નોંધાયેલા કન્ટેન્ટમેન્ટ ઝોનની વિગત જોઇએ તો મહેસાણામાં 2051, વિજાપુરમાં 335, ખેરાલુમાં 43, ઊંઝામાં 385, કડીમાં 1019, બહુચરાજીમાં 72, વિસનગરમાં 849, વડનગરમાં 152, સતલાસણામાં 30, જોટાણામાં 59 મળી કુલ 4995 ઝોનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here