વડોદરા : છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વિસ્ફોટ, રોજ 90થી 96 કેસ નોંધાયા, વધુ 5 દર્દીના મોત, કુલ કેસઃ 4572 થયા

0
0

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 91થી 96 જેટલા કેસ સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મોત થયા છે. તમામ દર્દીઓની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

મૃતકની ઉંમર અને વિસ્તારના નામ
-કારેલીબાગ વિસ્તારની 34 વર્ષીય મહિલાનું મોત
-પોર ગામ વિસ્તારની 64 વર્ષીય મહિલાનું મોત
-વાસદના 70 વર્ષીય વૃદ્ધનું મોત
-વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના 86 વર્ષીય વૃદ્ધનું મોત
-ભરૂચન 46 વર્ષીય વ્યક્તિનું મોત

વડોદરામાં કોરોના કેસની કુલ સંખ્યા 4572 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4572 પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3456 દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક 87 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 1029 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 ઓક્સિજન ઉપર અને 50 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 836 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કેસ નોંધાયા
શહેરઃ આજવા રોડ, ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, સમા, વાઘોડિયા રોડ, તાંદલજા, કારેલીબાગ, વારસીયા રોડ, અટલાદરા, તરસાલી, સુભાનપુરા, છાણી, નવાયાર્ડ, ફતેગંજ, ફતેપુરા, અકોટા, દિવાળીપુરા, ગોત્રી, વાડી, મકરપુરા
ગ્રામ્યઃ ડભોઇ, કરજણ, પાદરા, કલાલી, સોખડા, નંદેસરી, ફર્ટીલાઇઝરનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here