કોરોના ગુજરાત : રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત : આજે 1495 કેસ, 48 દિવસમાં 13 મોત નોંધાયા, કુલ કેસ 1.97 લાખ.

0
9

રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત છે. ગઇકાલે 1515 કોરોના કેસ બાદ આજે નવા 1495 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13ના મોત થયા છે. આ પહેલા 5 ઓક્ટોબરના રોજ 13 દર્દીના મોત થયા હતા. આજે 1167 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 97 હજાર 412એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3859 થયો છે. તો 1 લાખ 79 હજાર 953 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં 13600 એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ 13600 એક્ટિવ કેસ છે. જેમાંથી 93 વેન્ટિલેટર પર છે જ્યારે 13507 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારસુધીમાં કુલ 72 લાખ 35 હજાર 184 ટેસ્ટ થયા છે.

મુખ્યમંત્રી રૂપાણીની રાજ્યના લોકોને રાત્રે બહાર ન નીકળવા અપીલ

ગુજરાતમાં કોરનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યના 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું છેકે, ગામમાં સંક્રમણ વધે નહીં તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર નીકળે નહીં. રાજ્યની તમામ જનતા માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરે.

ગુજરાત ગઇકાલે 1515 કેસ નોંધાયા હતા

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા હતા. ગઇકાલે 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા હતા. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
21 નવેમ્બર 1515 9 1271
22 નવેમ્બર 1495 13 1167
કુલ આંક 60,018 406 62,721

 

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,97,412 અને 3,859ના મોત અને કુલ 1,79,953 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 47,309 1,968 41,978
સુરત 41,403 879 39,037
વડોદરા 18,693 216 16,578
ગાંધીનગર 6110 99 5453
ભાવનગર 5039 68 4873
બનાસકાંઠા 3537 34 3312
આણંદ 1694 16 1621
અરવલ્લી 920 24 782
રાજકોટ 15,293 171 13,811
મહેસાણા 5025 33 4576
પંચમહાલ 3179 20 2854
બોટાદ 898 5 763
મહીસાગર 1488 7 1308
પાટણ 3240 51 2726
ખેડા 1913 15 1775
સાબરકાંઠા 2068 12 1960
જામનગર 8932 35 8547
ભરૂચ 3193 17 3056
કચ્છ 3102 33 2816
દાહોદ 2219 7 2033
ગીર-સોમનાથ 2002 24 1838
છોટાઉદેપુર 731 3 693
વલસાડ 1273 9 1249
નર્મદા 1555 1 1346
દેવભૂમિ દ્વારકા 876 5 820
જૂનાગઢ 4099 33 3831
નવસારી 1410 7 1387
પોરબંદર 607 4 587
સુરેન્દ્રનગર 2797 12 2430
મોરબી 2475 16 2233
તાપી 917 6 877
ડાંગ 123 0 119
અમરેલી 3130 26 2635
અન્ય રાજ્ય 162 3 149
કુલ 197,412 3,859 1,79,953

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here