કોરોના દેશમાં : મહારાષ્ટ્રમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 10 હજાર કરતાં વધુ નવા દર્દી વધ્યા : દલાઈ લામાએ કોરોના વેક્સિન લીધી.

0
3

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે. અત્યાર સુધીમાં 240 દર્દીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. આ નવો સ્ટ્રેન ખૂબ ખતરનાક છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. UK, બ્રાઝિલ અને અમેરિકા પણ આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ નવા સ્ટ્રેનથી હવે એવા લોકોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે જેમની વિદેશ જવાની કોઈ હિસ્ટ્રી નથી.

આ દરમિયાન મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. એક જ દિવસમાં સંક્રમણની સ્પીડમાં 250%નો વધારો જોવા મળ્યો છે. શનિવારે રાજ્યમાં 10,216 લોકો સંક્રમિત નોંધાયા છે. 5 મહિના પછી પહેલીવાર એક જ દિવસમાં 10 હજારથી વધારે કોરોના સંક્રમિતો નોંધાયા છે. આ પહેલાં 17 ઓક્ટોબરે 10,259 લોકો પોઝિટિવ નોંધાયા હતા.

તિબેટિયન બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે લીધો છે. અહીં ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન લગાવ્યા પછી દલાઈલામાએ ડોક્ટર્સ અને હેલ્થ સ્ટાફનો આભાર માન્યો છે. તેમણે વેક્સિન લેવા માટે અન્ય લોકોને પણ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here