કોરોના ગુજરાતઃ અત્યારસુધીમાં 2448 લોકોના મોત, કુલ 76,569 કેસ

0
2

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1087 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2448 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 232 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 76,569 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,299 છે. આજે રાજ્યમાં કુલ 51, 225 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 232, અમદાવાદમાં 161, વડોદરામાં 107, રાજકોટમાં 99, જામનગરમાં 56, પંચમહાલમાં 40, જૂનાગઢમાં 39, ગાંધીનગરમાં 38, અમરેલીમાં 29, ભાવનગર, ગીર સોમનાથ,મહેસાણામાં 24-24, ભરૂચ, દાહોદમાં 23-23, કચ્છમાં 22, મોરબીમાં 21, બનાસકાંઠામાં 15, સુરેન્દ્રનગર, પાટણમાં 13-13, આણંદમાં 12, નવસારીમાં 10, ખેડા, નર્મદામાં 7-7, બોટાદ, છોટા ઉદેપુરમાં 6-6, તાપીમાં 5, મહીસાગર, પોરબંદરમાં 4-4, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 3-3 સહિત કુલ 1087 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અમદાવાદમાં 4, રાજકોટ, જામનગરમાં 2-2 જ્યારે વડોદરા, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 247, સુરતમાં 204, વડોદરામાં 184 અને સાબરકાંઠામાં 31 સહિત કુલ 1071 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 14,299 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,228 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 59,522 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.