Wednesday, September 22, 2021
Homeઅમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ શરૂ
Array

અમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ શરૂ

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત ડી.કે પટેલ હોલમાં વિશ્વ ઉમિયાધામ અમદાવાદ અને દેવસ્ય હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા તમામ દર્દીઓને એડમીટ કરવામા આવી રહ્યા છે. જે પણ દર્દીઓ દાખલ છે તેમની વિગત હોસ્પિટલ બહાર બોર્ડ પર દર્શાવવામાં આવી છે. કોરોનાના આવતા દર્દીને પહેલા હોસ્પિટલના કેમ્પસમાં પહેલા રિપોર્ટ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને એડમીટ કરવામાં આવે છે. હાલમાં 105 બેડ કાર્યરત કરવામા આવ્યા છે જેમાં 46 જેટલા બેડ હાલમાં ભરાયા છે.

ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ એડમિટ કરાયા
ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ એડમિટ કરાયા

નારણપુરમાં ડી.કે પટેલ હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ

દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 120 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગ્રુપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુરુવારે સાંજે જ દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની ભરતી કરવાની શરૂઆત કરાઈ છે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી શરૂ કરાયેલી આ કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે. જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ઈમરજન્સી નંબર 9825065605, 9825065275, 9726704541 પણ જાહેર કરાયો છે.

વિશ્વ ઉમિયાધામ અને દેવસ્ય કિડની હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ કાર્યરત
વિશ્વ ઉમિયાધામ અને દેવસ્ય કિડની હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ કાર્યરત

પાટીદાર સંસ્થાએ પણ તૈયારી દર્શાવી હતી

પાટીદાર સમાજ દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવ્યો છે. અમદાવાદમાં સોલા ઉમિયા માતાજીના મંદિરનું કેમ્પસ કોવિડ સેન્ટર માટે આપવા ઉંઝા પાટીદાર સંસ્થાએ તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. ​​​​​​સંસ્થાના એક પત્ર દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં એસ.જી હાઈવે પર સ્થિત શ્રી ઉમિયા માતાજી કેમ્પસ સોલા વાળી જગ્યા કોવિડ સેન્ટર માટે સરકારને આપવા માટે સંસ્થા તૈયાર છે. ઊંઝામા પણ સરકારની માંગણી મુજબ ઉમિયા યાત્રી ભવન કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ માટે સરકારને સોંપવામાં આવેલું છે.

વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી
વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી

ગાયત્રી શક્તિ પીઠે પણ હોસ્પિટલ માટે તૈયારી દર્શાવી

અમદાવાદ શહેરમાં હાથીજણ ખાતેની ગાયત્રી શક્તિ પીઠે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને મંદિરની જગ્યાનો કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરવા રજુઆત કરી છે. હાથીજણની ગાયત્રી શક્તિપીઠે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને દર્દીઓ માટે સેવા ઉભી કરવા માટે મંદિરની જગ્યાનો કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરવા માટે રજુઆત કરી છે. તે ઉપરાંત મંદિરના 22 રૂમને વિના મૂલ્યે કોવિડ વોર્ડ તરીકે આપવા તૈયારી પણ દર્શાવી છે. પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે તંત્રને જ્યારે પણ દર્દીઓ માટે જરૂરિયાત હોય ત્યારે રૂમો આપવા માટે શક્તિ પીઠ તૈયાર છે. આ અગાઉ સ્વામિનારાયણ મંદિર પણ કોવિડ વોર્ડ માટે આપવા તૈયારી દર્શાવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments