બોલિવૂડમાં કોરોના : ફિલ્મ ‘રામ સેતુ’નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ

0
7

4 એપ્રિલે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે હાલ મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે ચાહકોને તેની ચિંતા કરવા બદલ અને પ્રાર્થના માટે આભાર માન્યો છે.

અક્ષય કુમાર મુંબઈમાં ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. રામ સેતુના સેટ પર અન્ય 45 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ જાણકારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોય્ઝનાં જનરલ સેક્રેટરો અશોક દુબેએ આપી છે. અક્ષયે ચાર દિવસ પહેલાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત અયોધ્યામાં કરવામાં આવ્યું હતું.

ફિલ્મ ‘રામ સેતુ’નાં સેટ પર આટલા બધા કેસ આવતા અશોક દુબેએ જણાવ્યું કે, ‘શૂટિંગ દરમિયાન દરેક સાવધાની રાખવામાં આવી હતી તેમ છતાં 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તે બધા ક્વોરન્ટીન છે.’

ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન થયું
અક્ષય સહિત અન્ય 45 લોકો કોરોના પોઝિટિવ આવતા ફિલ્મનું શૂટિંગ હાલ બંધ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે શૂટિંગ 13થી 14 દિવસ પછી જ શરુ થશે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે. હું હાલ હોમ ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. એક્શનમાં જલ્દી પરત ફરીશ.’

ફિલ્મ શરુ કર્યા પહેલાં અયોધ્યામાં પૂજા કરી હતી
અક્ષય કુમારે અયોધ્યા જઈને ફિલ્મ ‘રામ સેતુ’નો મુહૂર્ત શોટ તથા પૂજા વિધિ કરી હતી. ગુરુવાર, 18 માર્ચના રોજ અક્ષય કુમાર એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા સાથે લખનઉ ગયો હતો. તેમની સાથે ડિરેક્ટર અભિષેક શર્મા પણ હતા. તેઓ લખનઉ ગયા હતા અને ત્યાંથી કારમાં અયોધ્યા પહોંચ્યા હતા.

પૂજામાં અક્ષય કુમાર, જેક્લીન, નુસરત તથા અન્ય
પૂજામાં અક્ષય કુમાર, જેક્લીન, નુસરત તથા અન્ય

રામની પૈડીનો કાર્યક્રમ રદ કરવો પડ્યો
અક્ષય કુમાર રામ કી પૈડી જવાનો હોવાથી ભીડ જમા થઈ ગઈ હતી. DM તથા SSPની હાજરીમાં તંત્ર ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. રામની પૈડી પહોંચ્યા બાદ અક્ષય કુમાર ટીમ સાથે પરત ફર્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાકર્મીઓએ રામની પૈડીમાં અક્ષયને કારમાંથી નીચે ઊતરવાની ના પાડી દીધી હતી. આથી અક્ષય કુમાર ટીમ સાથે જતો રહ્યો હતો.

અયોધ્યા જતાં પહેલાં મુંબઈ એરપોર્ટ પર અક્ષય, જેક્લીન તથા નુસરત
અયોધ્યા જતાં પહેલાં મુંબઈ એરપોર્ટ પર અક્ષય, જેક્લીન તથા નુસરત

‘રામ સેતુ’ એક્શન એડવેન્ચર ડ્રામા છે
‘રામ સેતુ’ અક્ષય કુમારની મહત્ત્વકાંક્ષી ફિલ્મ છે. ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી ક્રિએટિવ પ્રોડ્યૂસર છે. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા મહત્ત્વના રોલમાં છે. ડૉ. દ્વિવેદીએ અક્ષય કુમારને ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ડિરેક્ટ કર્યો છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરે છે. અભિષેકે આ પહેલાં ‘તેરે બિન લાદેન’ તથા ‘પરમાણુ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વારસાના મૂળિયા શોધવા પર આધારિત છે. ‘રામ સેતુ’ થિયેટરમાં રિલીઝ થશે અને પછી એમેઝોન પર સ્ટ્રીમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here