ગાંધીનગરમાં કોરોના : નવા 166 કેસ, વધુ 293 દર્દી કોરોનામુક્ત

0
5

જિલ્લામાં નવા 166 કેસ સાથે કુલ આંકડો 18412એ પહોંચ્યો છે. જ્યારે માત્ર 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડામાં 28નો ઘટાડો અને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં 91નો વધારા સાથે સોમવારે કુલ 293 દર્દીઓ સાજા થતાં કુલ આંકડો 15480એ પહોંચ્યો છે. જે કોરોનાની બીજી લહેરના વળતા પાણીની સ્થિતિ બતાવી રહ્યું છે. જોકે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 17 દર્દીઓના મોત સાથે કુલ આંકડો 1889એ પહોંચ્યો છે.

જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચુ કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે મનપા વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કુલ કેસ ડબલ ડિઝીટમાં નોંધાયા છે. જે 27 દિવસ બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ગત તારીખ 20મી, એપ્રિલના રોજ જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 105 કેસ નોંધાયા હતા. ત્યારબાદ સોમવારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ કેસ 85 નોંધાયા છે.

મનપા વિસ્તારમાંથી વધુ 81 કોરોના સંક્રમિત અને 204 લોકો સાજા થયા

મનપા વિસ્તારમાંથી નવા 81 કેસમાં સરગાસણમાંથી 6,, સેક્ટર-4માંથી 6, સેક્ટર-28માંથી 6, સેક્ટર-2માંથી 6, સેક્ટર-24માંથી 5, સેક્ટર-7માંથી 5, કોલવડામાંથી 4, સેક્ટર-13માંથી 4, સેક્ટર-26માંથી 4, સેક્ટર-17માંથી 4, સેક્ટર-3માંથી 2, સેક્ટર-5માંથી 1, સેક્ટર-8માંથી 3, સેક્ટર-12માંથી 1, સેક્ટર-14માંથી 1, સેક્ટર-16માંથી 3, સેક્ટર-19માંથી 1, સેક્ટર-23માંથી 1, સેક્ટર-25માંથી 1, સેક્ટર-27માંથી 2, સેક્ટર-30માંથી 2, જીઇબીમાંથી 3, કુડાસણમાંથી 3, પાલજમાંથી 1, રાંદેસણમાંથી 1, રાંધેજામાંથી 1 કેસ નોંધાયા છે. તમામ દર્દી સારવાર લઈ રહ્યાં છે જ્યારે તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

તાલુકામાં12 અને કલોલમાં 10 કેસ

ગાંધીનગર તાલુકામાંથી નવા 12 કેસમાં સરઢવમાંથી 6, ગીયોડમાંથી 2, અડાલજમાંથી 2, પ્રાંતિયામાંથી 1, લવારપુરમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે કલોલ તાલુકામાંથી નવા 10 કેસ નગરપાલિકા વિસ્તારમાંથી નોંધાયા છે.

દહેગામમાં 38 કેસ: 23 યુવા, 10 આધેડ, 4 વૃદ્ધ અને 1 સગીર વયની વ્યક્તિ સંક્રમિત

દહેગામ તાલુકામાંથી નવા 38 કેસમાં વાસણા ચૌધરીમાંથી 1, નાંદોલમાંથી 2, સાંપામાંથી 2, ખાનપુરમાંથી 1, ઉદણમાંથી 2, નાના જલુન્દ્રામાંથી 1, ધારીસણામાંથી 1, ઇસનપુર ડોડિયામાંથી 2, ચીસકારીમાંથી 2, ધોડાકુવામાંથી 1, મોટી માછંગમાંથી 1, મીઠાના મુવાડામાંથી 1, મીરજાપુરમાંથી 1, માણેકપુરમાંથી 1, કડજોદરામાંથી 2, જીંડવામાંથી 3, રામનગરમાંથી 1, કડાદરામાંથી 1, હરસોલીમાંથી 1, બારડોલી કોઠીમાંથી 1, ઉમેદપુરામાંથી 1, ગલાજીની મુવાડીમાંથી 1, દેવકરણના મુવાડામાંથી 2, નગરપાલિકા વિસ્તારમાંથી 4, કનીપુર વાસણામાંથી 1, બહિયલમાંથી 1 કેસ નોંધાયો છે.તમામ દર્દી સારવાર લઈ રહ્યાં છે જ્યારે તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

માણસામાં 24 કેસ : 17 ગામમાંથી 3 ગામમાં 3થી વધુ અને 14 ગામમાં 1-1 કેસ

માણસા તાલુકામાંથી નવા 24 કેસમાં બાપુુપુરામાંથી 1, બિલોદરામાંથી 1, પાલડીમાંથી 1, ઇસનપુર ડોડિયામાંથી 1, અનોડિયામાંથી 1, ખડાતમાંથી 1, લાકરોડામાંથી 1, પુંધરામાંથી 1, જામળામાંથી 1, લિમ્બોદરામાંથી 1, રામપુરમાંથી 1, વરસોડામાંથી 1, આનંદપુરામાંથી 1, સોજામાંથી 3, લોદરામાંથી 4, મહુડીમાંથી 3, નગરપાલિકા વિસ્તારમાંથી 2 કેસ નોંધાયા છે.તમામ દર્દી સારવાર લઈ રહ્યાં છે જ્યારે તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here