Friday, March 29, 2024
Homeગુજરાતમાં કોરોના : પ્રત્યેક કલાકે સરેરાશ ૬૦૦ને કોરોના, ૭થી વધુના મૃત્યુ
Array

ગુજરાતમાં કોરોના : પ્રત્યેક કલાકે સરેરાશ ૬૦૦ને કોરોના, ૭થી વધુના મૃત્યુ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના ૧૪ હજારથી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૩૨૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ છે જ્યારે અમદાવાદમાં ૨૫-સુરતમાં ૨૨ સહિત કુલ ૧૮૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૫૩,૧૭૨ છે અને કુલ મરણાંક હવે ૭ હજારને પાર થઇને ૭,૦૧૦ થયો છે. આ પૈકી છેલ્લા ૬ દિવસમાં જ ૯૯૧ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. રાજ્યમાં હાલ ૧,૩૭,૭૯૪ એક્ટિવ કેસ છે જ્યારે ૫૭૨ દર્દી વેન્ટિલેટર પર છે. વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા બુધવારે ૪૨૧ હતી અને તેમાં એક જ દિવસમાં ૧૫૧નો વધારો થયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૫,૨૫૮-ગ્રામ્યમાંથી ૬૧ સાથે વધુ ૫,૩૧૯ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક ૧,૬૦,૭૩૮ છે. સુરત શહેરમાં ૧,૮૩૬-ગ્રામ્યમાં ૩૫૬ સાથે ૨૧૯૨, વડોદરા શહેરમાં ૬૩૯-ગ્રામ્યમાં ૨૨૧ સાથે ૮૬૦, રાજકોટ શહેરમાં ૬૦૭-ગ્રામ્યમાં ૨૯ સાથે ૬૩૬ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૧૩,૦૩૭-વડોદરામાં ૫૦,૧૪૫ અને રાજકોટમાં ૪૨,૭૫૯ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૭૦૧ સાથે જામનગર, ૫૧૧ સાથે મહેસાણા, ૪૪૪ સાથે ભાવનગર, ૩૪૯ સાથે ગાંધીનગર, ૨૯૩ સાથે જુનાગઢ, ૨૪૧ સાથે પાટણ, ૨૩૧ સાથે બનાસકાંઠા, ૨૨૭ સાથે દાહોદ-સુરેન્દ્રનગર, ૧૮૬ સાથે કચ્છ, ૧૮૫ સાથે ભરૃચ, ૧૬૯ સાથે ખેડા, ૧૪૬ સાથે અમરેલી, ૧૩૦ સાથે વલસાડ, ૧૨૮ સાથે નવસારી, ૧૨૫ સાથે આણંદનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૫, સુરતમાં ૨૨, રાજકોટમાં ૨૧, જામનગર, વડોદરામાં ૧૮, સાબરકાંઠામાં ૯, કચ્છ-સુરેન્દ્રનગરમાં ૮, જુનાગઢમાં ૭ એમ રાજ્યભરમાંથી કુલ ૧૮૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨૮૯૫, સુરતમાં ૧૫૭૭, વડોદરામાં ૪૮૯, રાજકોટમાં ૪૭૦, જામનગરમાં ૨૦૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૫૫૭, સુરતમાંથી ૨૩૬૦, વડોદરામાંથી ૪૫૪, રાજકોટમાં૭૧૦ એમ રાજ્યભરમાંથી વધુ ૯૫૪૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૪,૦૮,૩૬૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને સાજા થવાનો દર ૭૩.૮૨%  છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૩,૯૦૯ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૭૭ કરોડ છે. રાજ્યમાં હાલ ૪.૦૨ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાનાથી કુલ મરણાંક હવે ૭ હજારને પાર

તારીખ             કુલ મૃત્યુ       સમયગાળો

૩૦ મે              ૧,૦૦૭             —

૯ જુલાઇ            ૨,૦૧૦         ૪૦ દિવસ

૩૦ ઓગસ્ટ         ૩,૦૦૮          ૫૨ દિવસ

૧ ડિસેમ્બર          ૪,૦૦૪           ૯૩ દિવસ

૧૫ એપ્રિલ          ૫,૦૭૦          ૧૩૫ દિવસ

૨૩ એપ્રિલ          ૬,૦૧૯            ૦૮ દિવસ

૨૯ એપ્રિલ          ૭,૦૧૦             ૬ દિવસ

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ ૯૫૦૦થી વધુ દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૫૪૪ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ સાજા થવાનો આ નવો રેકોર્ડ છે. આમ, રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ ૧૪૩૨૭ની સામે ૬૫%થી વધુ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ ૪.૦૮ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૩.૮૨% છે. અત્યારસુધી અમદાવાદમાંથી સૌથી વધુ ૯૫૬૦૯, સુરતમાંથી ૮૮૮૨૨, વડોદરામાંથી ૪૨૬૬૯ અને રાજકોટમાંથી ૩૮૦૯૧ દર્દીઓ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular