ગુજરાતમાં કોરોના : કુલ કેસનો આંક ૪ હજારને પાર : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ

0
7

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચે નોંધાયો હતો અને ૪૦ દિવસ બાદ કુલ કેસનો આંક ૪ હજારને પાર થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે એક જ દિવસમાં ૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૪,૦૨૧ નવા કેસ સામે આવ્યા છે અને ૧૧ જૂન બાદ પ્રથમવાર સૌથી વધુ ૩૮ના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૩૧ માર્ચના ૧૨૬૧૦ હતો તે છેલ્લા ૮ દિવસમાં ૬૨% વધીને ૨૦,૪૭૩ થઇ ગયો છે. ૧૮૨ દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલની સ્થિતિએ પ્રતિ કલાકે ૧૬૭થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. કુલ કેસનો આંક હવે ૩,૩૨,૪૭૪ છે જ્યારે કુલ મરણાંક ૪,૬૫૫ છે. બુધવારની સરખામણીએ દૈનિક કેસમાં ૪૪૬નો જ્યારે એક્ટિવ કેસમાં ૧,૭૮૯નો વધારો નોંધાયો છે.

ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોના સૌથી વધુ કેર વર્તાવી રહ્યો છે તેમાં અમદાવાદ, સુરત મોખરે છે. અમદાવાદ શહેરમાં ૯૫૧-ગ્રામ્યમાં ૨૬ સાથે ૯૭૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમા ંકુલ કેસનો આંક હવે ૭૮,૬૧૧ થઇ ગયો છે. સુરતમાં કોરોનાએ નવી સપાટી વટાવતાં ૯૬૦ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૭૨૩-ગ્રામ્યમાંથી ૨૩૭ કેસનો સમાવેશ થાય છે. આમ, આ બંને જિલ્લાઓમાંથી ૧,૯૩૭ નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૩૭૯-ગ્રામ્યમાં ૧૧૧ સાથે ૪૯૦ જ્યારે રાજકોટ શહેરમાં ૪૨૭-ગ્રામ્યમાં ૯૩ સાથે ૫૨૦ કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં ૩૭,૫૧૯ અને રાજકોટમાં ૨૯,૬૮૮ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં ૨૦૩ સાથે જામનગર, ૮૪ સાથે ભાવનગર, ૯૯ સાથે પાટણ, ૭૭ સાથે ગાંધીનગર-જુનાગઢ, ૭૪ સાથે મહેસાણા, ૪૧ સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૧૪, અમદાવાદમાંથી ૯, રાજકોટમાંથી ૪, વડોદરામાંથી ૩ જ્યારે અમરેલી-ભરૃચ-ભાવનગર-જામનગર-મહેસાણામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૯૮-સુરતમાં ૧,૦૭૩-વડોદરામાં ૨૫૮-રાજકોટમાં ૨૧૭, જામનગરમાં ૩૭, મહેસાણામાં ૪૦, ભાવનગરમાં ૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૧, અમદાવાદમાંથી ૪૯૦, વડોદરામાંથી ૨૨૨, રાજકોટમાંથી ૨૭૨ એમ રાજ્યભરમાંથી ૨૧૯૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૦૭,૩૪૬ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૨.૪૪% છે. ગુજરાતમાં બુધવારે ૧,૨૩,૮૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંક હવે ૧.૪૨ કરોડ છે. રાજ્યમાં ૧.૪૮ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ

તારીખ                         મૃત્યુ

૫ મે                            ૪૯

૧૧ જૂન                         ૩૮

૧૮ મેે                           ૩૫

૫ જૂન                          ૩૫

૮ એપ્રિલ ૨૦૨૧                ૩૫

૧૭ મે ૩                         ૪

૧૦ જૂન                         ૩૪

૨૧ જુલાઇ                     ૩૪

 

કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો                          ૮ એપ્રિલ                           એક્ટિવ કેસ

અમદાવાદ                      ૯૭૭                                ૩,૭૮૩

સુરત                             ૯૬૦                                ૪,૩૬૬

રાજકોટ                          ૫૨૦                                ૨,૩૯૦

વડોદરા                           ૪૯૦                               ૩,૧૨૦

જામનગર                         ૨૦૩                                ૭૪૭

પાટણ                             ૯૯                                  ૫૮૪

ભાવનગર                          ૮૪                                  ૭૩૧

ગાંધીનગર                          ૭૭                                  ૫૬૧

જુનાગઢ                             ૭૭                                  ૨૩૬

મહેસાણ                             ૭૪                                  ૫૦૯

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here