ભારતમાં કોરોના : નવા વાઇરસથી સંક્રમિત 6 દર્દી મળ્યા, બધા બ્રિટનથી આવ્યા હતા

0
4

ભારતમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. અહીં છ સંક્રમિતમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓને ક્યાંથી મળ્યા છે. આ પૈકીનાં ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુણેની ઈન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.

દેશમાં કોરોનાના આંકડા વધુ રાહત આપનારા આવ્યા છે. સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડા 23 જૂન પછી સૌથી ઓછા છે. ત્યારે 15 હજાર 656 કેસ પ્રકાશમાં આવ્યા હતો. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દી સાજા થયા છે. 250 દર્દીનાં મૃત્યુ થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો આવ્યો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. એમાંથી 98.06 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કેન્દ્રની ન્યૂ યર સેલિબ્રેશન માટે રાજ્યોની સૂચના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર લખીને ન્યૂ યર સેલિબ્રેશન પર નજર રાખવા માટે કહ્યું છે. ગૃહ સચિવ અજય ભલ્લા તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના નવા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. આ કારણે સાવધાનીની વધુ જરૂર છે. મંત્રાલયે કહ્યું હતું કે જો જરૂર પડે તો લોકલ સ્તર પર એડમિનિસ્ટ્રેશન નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધો લગાવી શકે છે.

5 રાજ્યની સ્થિતિ

1. દિલ્હી

અહીં સોમવારે 564 લોકો સંક્રમિત મળ્યા છે. 959 લોકો સાજા થયા અને 21નાં મોત થયાં. અત્યારસુધીમાં 6.23 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 6.06 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 474 લોકોનાં મોત થયાં છે. 6297 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ

અહીં સોમવારે 876 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1090 લોકો સાજા થયા અને નવ વ્યક્તિનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 39 હજાર 228 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 2 લાખ 25 હજાર 782 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3572 દર્દીનાં મોત થયાં છે. 9874 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત

અહીં સોમવારે 810 લોકો સંક્રમિત થયા છે. 1016 લોકો સાજા થયા અને છનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.42 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 2.82 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4288 દર્દીનાં મોત થયાં છે. 10 હજાર 123 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન

રાજ્યમાં સોમવારે 798 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 1206 લોકો સાજા થયા અને સાતનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 3.06 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 2.92 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 2677નાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 742 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર

રાજ્યમાં સોમવારે 2498 નવા કેસ મળ્યા છે. 4501 લોકો સાજા થયા અને 50નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.22 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 18.11 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 57 હજાર 159 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 49 હજાર 305 થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here