રાજકોટમાં કોરોના : મૃત્યુઆંકમાં ઘટાડો થયો, 24 કલાકમાં 17 દર્દીના મોત

0
1

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 28 દર્દીના મોત થયા હતા. જે પૈકી 1 દર્દીનું જ કોવિડથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

કુલ કેસની સંખ્યા 40137 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને હવે 200ની નીચે આવી ગઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 40137 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1488 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 449 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

મ્યુકરમાઈકોસિસના કેસ વધતા નવી ડિસ્ચાર્જ પોલિસી બનશે

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસની સંખ્યા સતત વધી રહી છે અને બીજી તરફ એકપણ દર્દી ડિસ્ચાર્જ ન થતા સિવિલમાં પણ હવે બેડની સંખ્યા ઘટી રહી છે તેથી નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવા નિર્ણય લેવાયો છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 400 કરતા પણ વધી ગઈ છે અને દરરોજ નવા 25 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે 500 બેડ પણ ઓછા પડે તેવી સ્થિતિ છે.

દિવસ દાખલ રાખવાને બદલે સમય ઘટશે

બીજી તરફ જે પણ દર્દીઓ દાખલ થાય તેમને ઓછામાં ઓછા 28 દિવસ સુધી સારવાર હેઠળ રહેવું પડે છે તેથી તેમને ડિસ્ચાર્જ કરી શકાતા નથી. આ કારણે હવે નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવામાં આવી રહી છે જેમાં એસઓપી બનાવીને સર્જરી કરીને ક્યારે અને કેટલા સમય બાદ ડિસ્ચાર્જ કરી શકાય અને ઘરે રહીને કેવા પ્રકારની અને કઈ રીતે સારવાર લેવી તે નક્કી કરવામાં આવશે. કેસ વધતા તંત્ર સતત ચિતીચ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here