Wednesday, September 29, 2021
Homeરાજકોટમાં કોરોના : બપોર સુધીમાં એક પણ કેસ નહિ, કુલ કેસની સંખ્યા...
Array

રાજકોટમાં કોરોના : બપોર સુધીમાં એક પણ કેસ નહિ, કુલ કેસની સંખ્યા 42788 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને સાવ તળિયે આવી ગઈ છે. છેલ્લા એક માસથી પોઝિટિવ કેસની સંખ્યા 4 કે 5ની આસપાસ જ આવે છે. તેમાંય આજે શહેર કોરોના મુક્ત બન્યું છે. બપોર સુધીમાં રાજકોટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત રિકવરી રેટ 98.90 ટકા અને પોઝિટિવ રેટ 3.41 ટકા પર પહોંચ્યો છે.

6044 નાગરિકોએ રસી લીધી

શહેરમાં કુલ કેસની સંખ્યા 42788 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 15 દર્દી સારવાર હેઠળ છે. 6 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3928 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2116 સહિત કુલ 6044 નાગરિકોએ રસી લીધી.

રસીકરણમાં બબાલ, પોલીસ બોલાવવી પડી

હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન અંતર્ગત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે 2 દિવસ પહેલા શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ રસી લીધી હતી. જોકે સામાન્ય લોકો પણ ઉમટી પડતા બબાલ થતા પોલીસ બોલાવવી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments