Friday, September 17, 2021
Homeરાજકોટમાં કોરોના : પોઝિટિવ કેસ શૂન્ય આવવા લાગ્યા, કુલ કેસની સંખ્યા 42790...
Array

રાજકોટમાં કોરોના : પોઝિટિવ કેસ શૂન્ય આવવા લાગ્યા, કુલ કેસની સંખ્યા 42790 પર પહોંચી

પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટીને શૂન્ય પર આવી ગઈ છે. ગઈકાલે ગુરૂવારે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42790 પર પહોંચી છે. આજે શહેરમાં 32 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. વેપારીઓ માટે છેલ્લી તારીખ 31 જુલાઈ હોવાથી મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રીને પત્ર લખી મુદ્દત વધારીને 15 ઓગસ્ટ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ગઇકાલે શહેરમાં 18 વર્ષથી 44 વર્ષના 8777 અને 45 વર્ષથી મોટી ઉંમરના 4958 સહિત કુલ 13735 નાગરિકોએ રસી લીધી હતી.

10.50 લાખ નાગરિકોએ રસી લીધી- મેયર

રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, વેક્સિનનો પ્રથમ ડોઝ 8 લાખ નાગરિકોને આપવામાં આવ્યો છે. જ્યારે બીજો ડોઝ અઢી લાખ નાગરિકોને આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 10 લાખ 50 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ લોકોને કોરોના વેક્સિન મળે તે દિશામાં કામ શરૂ છે. જોકે, દરરોજ 8થી 10 હજાર ડોઝ વેક્સિનના અપાય રહ્યાનો મનપા દાવો કરી રહી છે. મનપાના 20 હજારના ટાર્ગેટ સામે 50 ટકા જ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

આજે 32 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી.
આજે 32 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી.

31 સાઇટ પર કોવિશીલ્ડ રસી અપાઇ રહી છે

1) સિવિલ હોસ્પિટલ

2) પદ્મકુંવરબા હોસ્પિટલ

3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

4) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી

5) નંદનવન આરોગ્ય કેન્દ્ર

6) શિવશક્તિ સ્કુલ

7) નાનામવા આરોગ્ય કેન્દ્ર

8) મવડી આરોગ્ય કેન્દ્ર

9) શાળા નં. 84, મવડી ગામ

10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

11) શાળા નં. 28, વિજય પ્લોટ

12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ

13) સદર આરોગ્ય કેન્દ્ર

14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર

15) શેઠ હાઈસ્કુલ

16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

18) શાળા નં. 61, હુડકો

19) શાળા નં. 20 બી, નારાયણનગર

20) જંક્શન આરોગ્ય કેન્દ્ર

21) માધાપર આરોગ્ય કેન્દ્ર

22) રેલવે હોસ્પિટલ

23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ

24) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર

25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)

26) કબીરવન આરોગ્ય કેન્દ્ર

27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર

28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

31) તાલુકા શાળા (BRC) ભવન

આજે એક જ સેશન સાઇટ પર કોવેક્સિન અપાય છે

1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર

સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરી શરૂ.
સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરી શરૂ.

ત્રીજી લહેર સામે સિવિલ હોસ્પિટલની તૈયારી

કોરોનાની બીજી લહેરનો સત્તાવાર રીતે અંત આવ્યો છે અને હવે કેસ તેમજ મૃત્યુ લગભગ ‘0’ થઇ જવા પામ્યા છે તેની સાથે સાથે બીજી ઘાતક લહેર પૂરી થતા તંત્ર પણ સંભવિત ત્રીજી લહેર પગલે એલર્ટ બની ગયું છે. ત્રીજી લહેર આવવાની શક્યતા જોતા રાજકોટ મનપા તંત્ર , સિવિલ હોસ્પિટલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં ત્વરિત પગલાં લઇ કામ કરી રહ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ 600 બેડ વધારી કુલ 1440 બેડ તૈયાર કરાયા છે. 1440માંથી 240 બેડ ICU માટે તૈયાર કરાયા છે. કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારથી જ ઓક્સિજન સપ્લાય સાથે સાથે પુરતા બેડની સુવિધા માટે બેડની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

સમરસ હોસ્ટેલમાં 1200 બેડ તૈયાર કરાશે
​​​​​​​

બીજી તરફ સમરસ હોસ્ટેલ ખાતે 756 બેડની વ્યવસ્થા છે. જેમાં 444 બેડનો વધારો કરીને 1200 બેડની ક્ષમતા કરવામાં આવશે. આ સાથે જ અહીં 30 બેડનું ICU યુનિટ પણ ઉભું કરાશે. જેથી દર્દીઓને રઝળપાટ ન થાય. અહીં પહેલાં એક પણ ICU બેડ નહોતું પરંતુ હવે તે ઉપલબ્ધ કરાવવા નિર્ણય કરાયો છે. જ્યારે કેન્સર હોસ્પિટલમાં પહેલાં 25 ICU બેડનું યુનિટ હતું જેમાં 35 બેડનો વધારો કરીને અહીં 60 ICU બેડ તૈયાર કરવા નિર્ણય કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments