Friday, September 17, 2021
Homeરાજકોટમાં કોરોના : કુલ કેસની સંખ્યા 42788 પર પહોંચી, 15 દર્દી સારવાર...
Array

રાજકોટમાં કોરોના : કુલ કેસની સંખ્યા 42788 પર પહોંચી, 15 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા હવે 0થી 1 સુધી જ નોંધાય છે. શહેરમાં ગઇકાલે માત્ર એક જ કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42788 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 15 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 0 હતી.

વાણિજ્યિક એકમોને માટે ગઈકાલે 31 સેશન સાઈટ પર રસી અપાય હતી

હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન અંતર્ગત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે ગઈકાલે શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ રસી લીધી હતી. જોકે સામાન્ય લોકો પણ ઉમટી પડતા બબાલ થતા પોલીસ બોલાવવી પડી હતી.

ગઇકાલે 9072 લોકોએ રસી લીધી

રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 5445 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3627 સહિત કુલ 9072 નાગરિકોએ રસી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments