Wednesday, September 29, 2021
Homeરાજકોટમાં કોરોના : સ્થિતિ સામાન્ય થવા તરફ, બપોર સુધીમાં એક પણ કેસ...
Array

રાજકોટમાં કોરોના : સ્થિતિ સામાન્ય થવા તરફ, બપોર સુધીમાં એક પણ કેસ નહિ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને સાવ તળિયે આવી ગઈ છે. છેલ્લા એક માસથી પોઝિટિવ કેસની સંખ્યા 4 કે 5ની આસપાસ જ આવે છે. તેમાંય આજે શહેર કોરોના મુક્ત બન્યું છે. બપોર સુધીમાં રાજકોટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.આ ઉપરાંત રિકવરી રેટ 98.90 ટકા અને પોઝિટિવ રેટ 3.41 ટકા પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રસીકરણની સમય મર્યાદા વધારવા માંગ

હાલ સ૨કા૨ દ્વારા શહેરના તમામ વેપારીવર્ગ તથા સ્ટાફને કોરોનાની રસી લેવા માટે તા.31મી જુલાઈ સુધીમાં ફરજીયાત કરેલ છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા CM વિજય રૂપાણીને રજુઆત કરવામાં આવી છે કે, શહેરના મોટા ભાગના વેપારીઓ તથા સ્ટાફએ રસી લઈ લીધેલ છે. માત્ર 104 વેપારીવર્ગ રસી લેવાથી વંચિત રહી ગયેલ છે. શહેરનો વેપારીવર્ગ ખુબ જ મોટા પ્રમાણમાં હોવાથી હાલ ૨સીનો પુરતો જથ્થો ઉપલબ્ધ જ નથી તેથી આ સમય મર્યાદામાં રસીક૨ણ શક્ય બની શકે તેમ નથી. તેથી રસીકરણનો પુરતો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ કરી રસીકરણ લેવા માટેની સમય મર્યાદા તા.15મી ઓગષ્ટ સુધી વધારવા તથા વેપારીઓ અને સ્ટાફ માટે રસીકરણ માટે અલગ વ્યવસ્થા ગોઠવવા અને આવનારા સમયમાં કોરોના વધુ ઘાતક ન બને અને લોકો વધુ સુરક્ષીત રહેશે.

રસીકરણમાં બબાલ, પોલીસ બોલાવવી પડી

હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન અંતર્ગત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે 3 દિવસ પહેલા શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ રસી લીધી હતી. જોકે સામાન્ય લોકો પણ ઉમટી પડતા બબાલ થતા પોલીસ બોલાવવી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments