Friday, April 26, 2024
Homeસચિવાલયમાં કોરોના : ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનુ કોરોનાને કારણે...
Array

સચિવાલયમાં કોરોના : ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનુ કોરોનાને કારણે અવસાન

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યો છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનુ કોરોનાને કારણે અવસાન થયુ છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.

2 દિવસ પહેલા જ નાયબ સેક્શન ઓફિસરનું કોરોનાથી મોત
હજુ બે દિવસ પહેલા જ સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું, જ્યારે 6 દિવસ પહેલા જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધન થયું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે. ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું.

ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું.
ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું.

સચિવાલયમાં પણ કોરોનાનો પગપેસારો
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે.

જિજ્ઞેશ મેવાણી ( ફાઈલ ફોટો)
જિજ્ઞેશ મેવાણી ( ફાઈલ ફોટો)

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોરોના
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોનાથી સંક્રમિત થયાં છે. હાલ એમની તબિયત સ્થિર છે. જિગ્નેશ મેવાણીએ ખુદ ટ્વીટ કરીને પોતાની તબિયત અંગે જાણકારી આપી છે.અપક્ષ ધારાસભ્ય છેલ્લા 10 દિવસથી પોતાના મત વિસ્તારમાં હતા, જો કે થોડા દિવસ પહેલા તેમની તબિયત નાદુરસ્ત લાગતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જીગ્નેશ મેવાણી હાલ આઈસોલેશનમાં છે અને તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલ લોકો કવોરનટાઇન થઈ જાય અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. આ સાથે જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોકોને માસ્ક પહેરવા, ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહેલા મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો સહિત અન્ય ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular