Tuesday, September 21, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 113082 પર, મૃત્યુઆંક 1740 અને કુલ...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 113082 પર, મૃત્યુઆંક 1740 અને કુલ 88994 દર્દી રિકવર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 113082 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1740 થયો છે. ગત રોજ શહેરમાંથી 1890 અને જિલ્લામાંથી 353 મળી શહેર જિલ્લામાંથી 2243 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 88994 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સામાન્ય ઘટાડો

ગત રોજ શહેરમાંથી 18 અને જિલ્લામાંથી 5 મળી 23 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન સત્તાવાર મોત નોંધાયા છે. જ્યારે સિવિલમાંથી 44 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 29 દર્દીઓની કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વીધી કરવામાં આવી છે. પોઝિટિવ કેસની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 22348 થઈ ગઈ છે.

સિવિલ સ્મીમેર માં 1068 દર્દીઓ ગંભીર

સિવિલ અને સ્મીમેરમાં 1068 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જેમાં સિવિલમાં ઓક્સિજન પર 403 દર્દી, બાઇપેપ પર 335 દર્દી અને વેન્ટિલેટર પર 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેરમાં ઓક્સિજન પર 100 દર્દી, બાઇપેપ પર 182 દર્દી અને વેન્ટિલેટર પાર 23 દર્દીઓ સારવાર હેઠળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments