Friday, March 29, 2024
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 126496 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1859 અને...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 126496 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1859 અને કુલ 109075 દર્દી રિકવર

- Advertisement -

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 126496 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધને 1859 થયો છે. ગત રોજ શહેરમાં 1670 અને જિલ્લામાં 372 મળી 2042 લોકો કોરોનામાંથી સાજા થઇ ગયા હતા.અત્યાર સુધીમાં 109075 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં 15562 એક્ટિવ કેસ છે.

સિવિલમાં હોસ્પિટલમાં 23 લોકો વેન્ટિલેટર પર

શહેરની બંને સરકારી હોસ્પિટલ સ્મીમેર અને સિવિલ મળી કુલ 703 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.સિવિલ હોસ્પિટલમાં 23 લોકો વેન્ટિલેટર પર, 83 લોકો બાયપેપ પર અને 125 લોકો ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

હોસ્પિટલમાં કુલ 308 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 221 પોઝિટિવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ, તથા 76 નેગેટીવ દર્દીઓ છે.

221 પોઝિટિવ દર્દીઓ પૈકી 27 વેન્ટીલેટર, 75 બાયપેપ , 107 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.

8 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.

હેલ્પ ડેસ્કઃ 320 ઓડિયો કોલ, 301 વીડિયો કોલ કરવામાં આવ્યા. 333 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular