સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 137207 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2010 અને કુલ 128690 દર્દી રિકવર

0
6

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 137207 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2010 થયો છે. ગત રોજ શહેરમાંથી 439 અને જિલ્લામાંથી 262 મળી 701 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 128690 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. ગત રોજ નવા કેસ 500 નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દરદીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ ઘટીને 6507 નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here