સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 138542 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2034, કુલ 131009 દર્દી રિકવર

0
6

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 138542 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2034 થયો છે. ગત રોજ હેરમાંથી 508 અને જિલ્લામાંથી 215 મળી 723 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 131009 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો

શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. શહેરમાં જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ 500 નીચે નોંધાય રહ્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 5499 નોંધાયા છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

હોસ્પિટલમાં કુલ 198 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 136 પોઝિટિવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ તથા 51 નેગેટિવ દર્દીઓ છે.

136 પોઝિટિવ દર્દીઓ પૈકી 13 વેન્ટિલેટર, 48 બાયપેપ, 64 ઓકિસજન પર અને અન્ય 11 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.

હેલ્પ ડેસ્કઃ 96 ઓડિયો કોલ, 207 વીડિયો કોલ કરવામાં આવ્યા, 215 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here